How To: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવું હોય તો શું કરવાનું જાણો અહીં?

Posted By:
Subscribe to Oneindia News

ભારતના કોઇ પણ વ્યક્તિ માટે દેશના વડાપ્રધાનને મળવું ચોક્કસથી એક ગર્વની વાત હોય છે. કેટલાક લોકો તેમની સમસ્યાના નિરાકરણ માટે પીએમ મોદીને મળવા ઇચ્છતા હોય છે તો કેટલાક લોકો પીએમ મોદીના એક શુભેચ્છક તરીકે મળવા ઇચ્છતા હોય છે. પણ ખાલી ઇચ્છા કરવાથી દેશની સર્વોચ્ચ ખુરશી પર બેઠેલા વ્યક્તિને મળવું એટલું પણ સરળ નથી. સાથે જ તે એટલું મુશ્કેલ પણ નથી. તો શું કરવાનું જો તમારે પીએમ નરેન્દ્ર મોદીને મળવું હોય તો? આ પ્રશ્નના જવાબ માટે અમે તમારી મદદ કરીશું. અને તમને કેવી રીતે મળવું તે અંગે વિગતવાર જણાવીશું.

Read also: How to: શીખો અહીં કેવી રીતે 48 કલાકમાં મેળવશો પાનકાર્ડ

તો જાણો અહીં કે કેવી રીતે તમે દેશના એક સામાન્ય નાગરિક તરીકે દેશના વડાપ્રધાન તેવા નરેન્દ્ર મોદીને મળી શકો છો. અને આ માટે તમારે કેવા ફોર્મ કે કેવા માધ્યમનો ઉપયોગ કરવો જોઇએ. વિગતવાર વાંચો આ સમાચાર અહીં...

સૌથી પહેલા

સૌથી પહેલા

જો તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને મળવા માંગતા હોવ તો સૌથી પહેલા તો તમારે પીએમ ઇન્ડિયાની વેબસાઇટ ( www.pmindia.gov.in ) પર જવું પડશે. ત્યાં તમને એક લિંક મળશે. જે દ્વારા તમે પીએસ સુધી તમારી વાત પહોંચાડી શકશો અને બની શકે કે તમે તેમને મળી પણ શકો!

પીએમને લખો

પીએમને લખો

આ વેબસાઇટ ખોલતા જ તમને પ્રધાનમંત્રીને લખો નામની એક લિંક મળશે. આ લિંક પર ક્લિક કરો. પછી તમારી સામે એક ફોર્મ ખુલશે. જેમાં તમારે વિવિધ માંગેલી વિગતો ભરવી પડશે. અને ફોર્મ સબમિટ કરવું પડશે. હવે જો પીએમની પાસે સમય હશે અને તેમને તમારી વાત યોગ્ય લાગી તો તે ફોર્મ પર બતાવવામાં આવેલા નંબર પર ફોન કરશે અને ઇમેલથી પણ આ અંગે તમને જાણકારી આપશે.

ફરિયાદ શ્રેણી

ફરિયાદ શ્રેણી

વધુમાં આ ફોર્મની નીચે તમને એક વિકલ્પ મળશે. જેમાં લખ્યું હશે ફરિયાદ શ્રેણી/ Grievance category. તેમાં અનેક વિકલ્પ પણ છે. આમાંથી તમારે તમારો વિકલ્પ પસંદ કરવાનો છે. એ વાત ચોક્કસ પણે સમજી લેજો કે ખાલી આ ફોર્મ ભરવાથી જ કંઇ તમે પીએમ મોદીને મળી શકશો તેવું નથી. પીએમ સાથે તમારું મળવું ત્યારે જ શક્ય બનશે જ્યારે તમારી વાતમાં કે તમારા મુદ્દામાં કંઇક દમ હશે અને પીએમ લાગશે કે તેમ મળવા યોગ્ય છો.

ફોર્મમાં શું છે?

ફોર્મમાં શું છે?

ફોર્મ ભરવા માટે તમારે તમારું નામ, એડ્રેસ, પેન કાર્ડ, મોબાઇલ નંબર, જિલ્લા, રાજ્ય સમેત ઇમેલ આઇડીની યોગ્ય જાણકારી ભરવી પડશે. સાથે જ તમારું મતંવ્ય કે મુદ્દો પણ સ્પષ્ટ કરવો પડશે. તમારા મંતવ્ય માટે તમને 4000 શબ્દોની સીમા આપવામાં આવશે. સાથે તો કોઇ પીડીએફ અટેચ કરવા ઇચ્છતા હોવ તો તે માટે પણ ફોર્મની નીચે વિકલ્પ છે. અંતમાં સિક્યોરિટી કેરેક્ટર નાંખી ફોર્મને સબમિટ કરવાનો રહેશે.

English summary
Read here with full details, How to meet Prime minister Narendra Modi.
Please Wait while comments are loading...