મફતમાં બનાવો બાળકોનું આધાર કાર્ડ, જાણો કેવી રીતે
નવી દિલ્હીઃ મોદી સરકારે મોટાભાગની વસ્તુઓમાં આધાર કાર્ડ ફરજીયાત બરાબર બનાવી દીધું છે, એટલે કે આધાર કાર્ડ ના હોય તો સ્કૂલના એડમિશનથી લઈ બાળકોનું બેંક ખાતું ખોલવાની બધી જ પ્રક્રિયામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઘણા પેરેન્ટ્સને ખ્યાલ હોય છે આધાર કાર્ડ કઈ રીતે બનાવવું પણ જે લોકોને આ અંગે માહિતી નથી તેમના માટે અમે સંપૂર્ણ માર્ગદર્શીકારૂપ આ આર્ટિકલ લખ્યો છે જે વાંચ્યા બાદ તમને આઈડિયા આવી જશે કે આખરે બાળકોનું આધારકાર્ડ કઈ રીતે કાઢવું?

આધાર માટે એનરોલમેન્ટ કેવી રીતે કરવું
આજના સમયમાં મોટાભાગની સ્કૂલોમાં બાળકોના એડમિશન સમયે આધાર માંગવામાં આવે છે. સામાન્ય રીતે નર્સરી ક્લાસના એડમિશન માટે દર વર્ષે ડિસેમ્બરમાં ફોર્મ જાહેર કરી દેવામાં આવે છે. એવામાં એડમિશન ફોર્મ સમયે આધાર માટે પરેશાન થવાના બદલે તેની તૈયારી પહેલેથી જ કરી લો તો વધુ સારું. આધાર કાર્ડ ગમે તે ઉંમરના વ્યક્તિ માટે બનાવી શકાય છે.

આધાર માટે એનરોલમેન્ટ કેવી રીતે કરવું
બાળકોના આધાર બનાવવાની પ્રક્રિયા લગભગ વયસ્કો માટે આધાર બનાવવાની પ્રક્રિયા જેવી જ છે. પેરેન્ટ્સને બાળકો સાથે પોતાના નજીકના આધાર કેર સેન્ટરે જવાનું રહેશે અને એક ફોર્મ ભરવું પડશે. જ્યારે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના બાયોમેટ્રિક ડેટા લેવામાં નહિ આવે. તેમની યૂઆઈડીને પેરેન્ટ્સના આધાર ડેટાના બેસિસ પર જ પ્રોસેસ કરવામાં આવશે. જો બાળકની ઉંમર 5 વર્ષથી વધુ છે તો તેમનો બાયોમેટ્રિક્સ ડેટા પણ રજિસ્ટર કરાશે. આ પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ તમને એનરોલમેન્ટ સ્લિપ જનરેટ કરી દેવામાં આવશે. આ એનરોલમેન્ટ સ્લિપ પર એનરોલમેન્ટ આઈડી, નંબર અને તારીખ આપવામાં આવશે. આ એનરોલમેન્ટ આઈડી, નંબર અને તારીખ આપી દેવામાં આવશે. આ એનરોલમેન્ટ આઈડીની મદદથી તમે આધાર સ્ટેટસ વિશે પતો લગાવી શકો છો. આધાર એનરોલમેન્ટના 90 દિવસમાં આધારને અરજદારના ઘરે પોસ્ટ કરી દેવામાં આવે છે.

બાયોમેટ્રિકને આધારમાં અપડેટ કરવાની રીત
બાળકની ઉંમર જ્યારે 5 વર્ષથી 15 વર્ષની વચ્ચે હશે ત્યારે તેમના આધારમાં બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવામાં આવી શકે છે. આના માટે તેમની 10 આંગળીની પ્રિન્ટ, આંખોની પુતળીની સ્કેનિંગ અને ફોટોગ્રાફને અપડેટ કરવામા આવશે. આ વિશે ઓરિજિનલ આધાર લેટરમાં પણ જાણકારી આપવામાં આવે છે. બાળકોના બાયોમેટ્રિક ડેટાને મફતમાં અપડેટ કરવામા આવે છે. આના માટે તમારે કોઈ પૈસા ખર્ચ નહિ કરવા પડે.

ફ્રીમાં ડિટેલ અપડેટ થશે
યૂઆઈડીઆઈ મુજબ બાળકોના આધારમાં બાયોમેટ્રિક ડિટેલ અપડેટ કરવી સંપૂર્ણ ફ્રી છે. જણાવી દઈએ કે બાળકોના આધાર કાર્ડ બનાવવા માટે તેમનું જન્મપ્રમાણ પત્ર આપવું પડશે. જેની જગ્યાએ સ્કૂલથી ફોટો યુક્ત આઈડી પણ આપી શકાય છે.
આ પણ વાંચોઃ