For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકોની આ ખરાબ ટેવોથી પરેશાન છો, આ રીતે કરો દૂર

શરૂઆતમાં આપણે હાસ્યમાં જે હરકતો ટાળીએ છીએ, તે ભવિષ્યમાં ભયાનક સ્વરૂપ ધારણ કરે છે. અહીં અમે તમને બાળકોની તે આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે જણાવે છે કે, તમારું બાળક બગડી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

બાળકનું દરેક વર્તન તેની આસપાસના લોકોથી પ્રભાવિત થાય છે. બાળકો જ્યાં પણ જાય છે, તેઓ જેની સાથે મળે છે, તેમની પાસેથી ઘણું શીખે છે. હવે ભલે વસ્તુઓ સારી હોય કે ખરાબ, સંસારની સમજના અભાવે બાળકો પણ શીખે છે કે, જે ન શીખવું જોઈએ અને આજના યુગમાં માતા અને પિતા બંને કામ કરતા હોવાથી આવી સ્થિતિમાં તેઓ પોતાના બાળકોને એટલો સમય આપી શકતા નથી જેટલો બાળકના વિકાસ માટે જરૂરી છે.

આવી સ્થિતિમાં બાળકો બગડવાની શક્યતાઓ વધી જાય છે. શરૂઆતમાં આપણે હાસ્યમાં જે હરકતો ટાળીએ છીએ, તે ભવિષ્યમાં ભયાનક સ્વરૂપ ધારણ કરે છે. અહીં અમે તમને બાળકોની તે આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે જણાવે છે કે, તમારું બાળક બગડી રહ્યું છે.

અપશબ્દો બોલવાની આદત

અપશબ્દો બોલવાની આદત

બાઈકની ખરાબ સંગતની અસર સૌથી પહેલા તેના શબ્દોમાં જોવા મળે છે. તેથી જો તમારું બાળક પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતું હોયતો સમજી લેવું કે તે ખોટી સંગતમાં સપડાઇ ગયો છે.

બલ્કે ઘણી વખત એવું પણ બને છે કે, વ્યક્તિ પરિવારના સભ્યો પાસેથી અપશબ્દોબોલતા શીખે છે. તેથી, બાળકને સારા સંસ્કાર આપવા માટે ઘરનું વાતાવરણ સારું રાખવું જરૂરી છે.

મારવાની આદત

મારવાની આદત

જો તમારું બાળક ગુસ્સે થઈ જાય અને ઘરની આસપાસ કે શાળામાં અન્ય લોકોને મારવા લાગે તો સમજો કે, તમારું બાળક બગડી રહ્યું છે.

બાળક ગમે ત્યાંથી મારવાની ટેવ શીખી શકે છે. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે, તેને સાચા-ખોટા વિશે જાગૃત કરવામાં આવે અને તેને આકૃત્ય છોડવા માટે ઠપકો ન આપવામાં આવે અને તેને પ્રેમથી સમજાવવામાં આવે.

અન્યને ચીડવવાની આદત

અન્યને ચીડવવાની આદત

બાળકોમાં એકબીજાને ચીડવવાની આદત પણ ઘણી સામાન્ય છે. અને બાળકોને ચીડવવાની આ આદત મોટે ભાગે શાળા અને તેમના મિત્રોપાસેથી શીખે છે, પરંતુ બાળક પોતાના આ કૃત્ય પર શરૂઆતથી જ સંયમ રાખે તે જરૂરી છે. તમારે તેને સમજાવવાની જરૂર છે કે, આ એકખરાબ આદત છે.

ચોરી કરવાની ટેવ

ચોરી કરવાની ટેવ

જોકે, દરેક માતાપિતા ઇચ્છે છે કે, તેઓ તેમના બાળકોની દરેક ઇચ્છા પૂરી કરે, પરંતુ ઘણી વખત એવું બને છે કે, બાળકો કંઈક માંગવામાંઅચકાય છે અને માતાપિતા પાસેથી કંઈક માંગવાને બદલે, તેઓ પૈસાની ચોરી કરે છે, જેથી તેઓ તેમની મનપસંદ વસ્તુ જાતે ખરીદી શકે.

જો જોવામાં આવે તો બાળકો આ ટેવો બીજા બાળકો પાસેથી શીખે છે. આવી સ્થિતિમાં દરેક માતા-પિતાની જવાબદારી બની જાય છે કે, તેઓબાળકોની કંપની પર નજર રાખે. જેથી તમારું બાળક ખોટા રસ્તે ભટકી ન જાય.

જીદ કરવાની ટેવ

જીદ કરવાની ટેવ

બાળકો સારી રીતે જાણે છે કે, તેમના માતા-પિતા તેમની જીદ સામે ટકી શકતા નથી અને દરેક માતા-પિતા બાળકોની આ આદતથી પરેશાનછે. કારણ કે બાળકો પોતાની વાત પાર પાડવા માટે પોતાને નુકસાન પહોંચાડવાની ધમકી આપવા લાગે છે, પરંતુ જો તમે પણ બાળકનીજીદને વશ થશો, તો તેની જીદને વધુ પ્રોત્સાહન મળશે. એટલા માટે જરૂરી છે કે, બાળકની દરેક જીદ પૂરી ન થાય અને જો તમારું બાળકતમને ઈમોશનલી બ્લેકમેલ કરે તો તેને પ્રેમથી સમજાવીને આ આદત છોડવી જોઈએ.

English summary
parents should not ignored these bad habits of kids
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X