For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 4 આદતો આપો તિલાંજલિ, નહીંતર બરબાદ થઇ જશે લગ્ન જીવન

આચાર્ય ચાણક્યની રણનીતિ વિશ્વ પ્રસિદ્ધ છે. પોતાની નીતિઓના બળ પર તેમણે એક સરળ બાળક ચંદ્રગુપ્તને મધગનો સમ્રાટ બનાવ્યો હતો. સામાન્ય રીતે ચાણક્ય નીતિના શબ્દો લોકોને કડવા લાગે છે, પરંતુ તે જીવનની વાસ્તવિક સત્યતા દર્શાવે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : આચાર્ય ચાણક્યની રણનીતિ વિશ્વ પ્રસિદ્ધ છે. પોતાની નીતિઓના બળ પર તેમણે એક સરળ બાળક ચંદ્રગુપ્તને મધગનો સમ્રાટ બનાવ્યો હતો. સામાન્ય રીતે ચાણક્ય નીતિના શબ્દો લોકોને કડવા લાગે છે, પરંતુ તે જીવનની વાસ્તવિક સત્યતા દર્શાવે છે. આવી સ્થિતિમાં જાણી લો કઈ એવી આદતો છે, જેને તરત જ છોડી દેવી જોઈએ. જેનું લગ્ન જીવન હંમેશા ખુશહાલ રહેશે.

ગુસ્સાની અસર લગ્નજીવન પર થાય છે

ગુસ્સાની અસર લગ્નજીવન પર થાય છે

ચાણક્ય નીતિ અનુસાર સુખી લગ્ન જીવનને બગાડવા માટે ગુસ્સો પૂરતો છે. ગુસ્સો પતિ-પત્નીના પવિત્ર સંબંધને ખરાબ રીતે અસર કરે છે. ગુસ્સામાં, વ્યક્તિ સારા અનેખરાબ વચ્ચેનો તફાવત ભૂલી જાય છે અને ગુસ્સામાં, તે પોતાને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ હંમેશા પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ.

સંબંધમાં વિશ્વાસ

સંબંધમાં વિશ્વાસ

ચાણક્ય અનુસાર કોઈ પણ સંબંધમાં છેતરપિંડી ન કરવી જોઈએ. દાંપત્ય જીવનમાં છેતરપિંડી ને કોઈ સ્થાન ન મળવું જોઈએ, કારણ કે સંબંધનો દરવાજો વિશ્વાસ પરટકે છે. આવી સ્થિતિમાં એકવાર ભરોસો તૂટી જાય તો લગ્ન જેવા પવિત્ર સંબંધનો પણ કાયમ માટે અંત આવી જાય છે. તેથી તમારા સંબંધ પ્રત્યે હંમેશા પ્રમાણિક રહો.

ખુલીને વાત કરો

ખુલીને વાત કરો

વિવાહિત જીવનમાં પતિ-પત્નીએ એકબીજા સાથે સુખ-દુઃખ વહેંચવું જોઈએ. આ એટલા માટે છે કારણ કે, સંબંધોમાં શુદ્ધતા જાળવવા માટે એકબીજા વચ્ચે વાતચીત ખૂબજ મહત્વપૂર્ણ છે. જો કંઈક ખરાબ હોય તો તેને ધ્યાનમાં ન રાખીને તેની સ્પષ્ટતા કરવી જોઈએ.

ચાણક્ય નીતિ અનુસાર જો પતિ-પત્ની એકબીજા સાથે વાતચીત ન કરેતો જીવનમાં મતભેદ થાય છે અને સંબંધ નબળા પડવા લાગે છે.

સંબંધોમાં સન્માન હોવું જોઈએ

સંબંધોમાં સન્માન હોવું જોઈએ

ચાણક્ય નીતિ અનુસાર પતિ-પત્નીનો સંબંધ એકબીજા વિના અધૂરો છે. આ પવિત્ર સંબંધને જાળવી રાખવા માટે પતિ-પત્નીએ એકબીજા માટે આદર રાખવો જોઈએ. જોસંબંધમાં આવું ન હોય તો લગ્નજીવન નર્ક કરતાં પણ ખરાબ થઈ જાય છે.

English summary
Quit these 4 habits, otherwise the married life will be ruined.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X