
પ્રિયંકા ગાંધીના રોડ શોમાં મોદી અને યોગીના સમર્થનમાં સૂત્રોચ્ચાર, બદલામાં પ્રિયંકાએ આપ્યો જોરદાર જવાબ!
અલીગઢ, 05 ફેબ્રુઆરી : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 10 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. આ તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તે જ રીતે તમામ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે. શનિવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી જોરશોરથી પ્રચાર કરવા અલીગઢ પહોંચી હતી. પ્રિયંકા ગાંધીએ અલીગઢના ઇગલાસ વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો કર્યો હતો, જેમાં ભારે ભીડ જોવા મળી હતી. પ્રિયંકા ગાંધીના આ રોડ શોમાં બીજેપીનો ઝંડો હાથમાં લઈને કેટલાક લોકોએ પીએમ મોદી અને સીએમ યોગીના સમર્થનમાં નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.
પોતાના રોડ શોમાં ભાજપના સમર્થનમાં લાગેલા નારા જોઈને પ્રિયંકા ગાંધી જરા પણ ગુસ્સે દેખાતા નહોતા, તેના બદલે તેઓ હસ્યા અને ભાજપના સમર્થકો સાથે વાતચીત કરી અને આ દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટીનો યુવા મેનિફેસ્ટો 'ભરતી વિધાન' સોંપ્યો. આ દરમિયાન ભાજપના સમર્થનમાં નારા લગાવી રહેલા લોકોએ પ્રિયંકા ગાંધી સાથે વાતચીત પણ કરી હતી. ભાજપ સમર્થકને યુથ કોંગ્રેસનો ઢંઢેરો આપતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ વાંચો, આ વાંચી લો.
#WATCH | Uttar Pradesh: Congress leader Priyanka Gandhi Vadra gave Congress' youth manifesto 'Bharti Vidhan' to BJP workers who were raising slogans in favor of PM Modi & CM Yogi during a roadshow in Aligarh ahead of #UPAssemblypolls2022 pic.twitter.com/YRDUn4smO2
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 5, 2022
તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધી કોંગ્રેસ ઉમેદવાર પ્રીતિ ધનગરના સમર્થનમાં વોટ માંગવા ઈગલાસ પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ લોકોને કોંગ્રેસને વોટ કરવાની અપીલ કરી હતી અને અડધો કલાક સુધી રોડ શો કર્યો હતો. ઇગ્લાસના પથવારી મંદિરમાં ઉમેદવારને કારમાંથી ઉતારીને પ્રિયંકા અલીગઢ ગોંડા મોડથી અલીગઢ જવા રવાના થઈ હતી. પ્રિયંકા ગાંધીએ અલીગઢના રેલવે રોડથી રોડ શોની શરૂઆત કરી હતી.