• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત હાઈકોર્ટમાં સિસ્ટમ ઑફિસર અને સિસ્ટમ આસિસ્ટની ભરતી

|
Google Oneindia Gujarati News

ગુજરાત હાઈકોર્ટે સિસ્ટમ ઑફિસર અને સિસ્ટમ આસિસ્ટન્ટના પદ માટે નોટિફિકેશન જાહેર કરી છે. આ નોટિફિકેશન કુલ 21 પદો માટે જાહેર કરવામાં આવ્યું છે. આ પદો પર 24 ઓગસ્ટથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ઈચ્છુક ઉમેદવાર 16 સપ્ટેમ્બર 2021 સુધી આ પદો માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

શૈક્ષણિક યોગ્યતા

સિસ્ટમ ઑફિસર માટે ઈન્ટર્વ્યૂ સાયન્સ/ આઈટીથી બીઈ/ બીટેક અથવા 55 ટકા માર્ક્સ સાથે એમસીએ અથવા 55 ટકા માર્ક સાથે આઈટીથી એમએસસી કરેલું હોવું જરૂરી છે.

સિસ્ટમ આસિસ્ટન્ટ માટે એમસીએ અથવા 50 ટકા માર્ક્સ સાથે એમસીએ અથવા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનિયરિંગમાં ડિપ્લોમા અથવા આઈટી/કંપ્યૂટર એન્જીનિયરિંગમાં ડિપ્લોમાં કરેલું જરૂરી છે.

ઉંમર વર્ગ

આ પદો પર 18થી 24 વર્ષનો કોઈપણ યુવાન અરજી કરી શકે છે. ઉંમર વર્ગની ગણતરી 16 સપ્ટેમ્બર 2021ના આધારે કરવામાં આવશે.

અરજી ફી

એસસી, એસટી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિકલાંગ, એક્સ સર્વિસમેન અને આર્થિક રીતે કમજોર વર્ગ માટે 350 રૂપિયા ફી રાખવામાં આવી છે જ્યારે અન્ય વર્ગ માટે 700 રૂપિયા ફી રાખવામાં આવી છે.

આવી કરી અરજી કરો

  • આ પદો પર અરજી કરવા માટે સર્વપ્રથમ સત્તાવાર વેબસાઈટ hc-ojas.gujarat.gov.in પર જાઓ.
  • જે બાદ Job Application પર ક્લિક કર્યા બાદ Apply Now પર ક્લિક કરો.
  • જે બાદ તમે જે પદ માટે અરજી કરવા માંગતા હોવ તેના માટે અરજી કરી શકો છો.
  • અરજી કરતા પહેલાં નોટફિકેશન સરખી રીતે વાંચી લો. નોટિફિકેશન વાંચવા માટે gujarathighcourt.nic.in પર જાઓ.
  • હોમ પેજ પર New Updates નામના બોક્સમાં નોટિફિકેશન માટે લિંક જોવા મળશે, તેના પર ક્લિક કરો. તમે ઈચ્છો તો વેબસાઈટ hc-ojas.gujarat.gov.in પર પણ જઈ શકો છે. જ્યાં હોમપેજ પર Notice Board પર ક્લિક કરતાં જ નોટિફિકેશન ખુલી જશે.

English summary
16th september is last date for applying post of System Officer and System Assistant in Gujarat High Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X