
ગુજરાતમાથી 6 ઉમેદવારોએ યુપીએસસી પરીક્ષા પાસ કરી
યૂનિયન પબ્લિક સર્વિસ કમીશનની પરીક્ષાનું પરીણાણ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યુ છે. જેમા 685 જેટલા ઉમેદવારોએ સમગ્ર દેશમાથી પાસ કરી છે. જ્યારે ગુજરાતમાં 6 જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી છે. યૂપીએસસી, 2021નુ અંતિમ પરીણામ 30 મે 2022 ના રોજ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
ગુજરાતમાંથી 2021 માં લેવાયેલી સિવિલ સર્વિસની પરીક્ષામાં ગુજરાતમાથી 332 માં રેન્ક સાથે અમદાવાદના બારોટ હિરેન, 341 માં રેન્ક સાથે જયવીર ભરતદાન ગઢવી,48 રેન્ક સાથે જ્ઞાનેન્દ્રસિંહ પ્રભાતે મેદાન માર્યુ છે.601 માં રેન્ક સાથે અકશેષ મહેન્દ્રી એન્જીનિયર, 653 માં રેન્ક સાથે કાર્તિકેય કુમાર અને 665 માં રેન્ક પર અગિયા પ્રણવકુમાર ગોવિંદભાઇ સફળ થયા છે.
યુપીએસસી દ્વારા685 ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે.244 સામાન્ય. 73 EWS, 203 OBC, 105 SC, અને 60 ST ઉમેદવાર પાસ થયા છે. ઉતિર્ણ થયેલ ઉમેદવાર IAS ,IPS અને IFS માં પસંગી કરવામાં આવશે.
ગુજરાતમાંથી વડોદરાના ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા જયવિર ગઢવીએ પણ સિવિલ સર્વિસ પાસ કરી છે. બીજી તરફ ટૉપ 4 માં મહિલા ઉમેદારોએ મેદાન માર્યો છે. સમગ્ર દેશમાં શ્રૃતિ શર્મા પ્રથમ ક્રમે આવી છે.