BHELએ સીનિયર મેડિકલ ઑફિસર પદ માટે ભરતી કાઢી, આ શહેરોમાં પોસ્ટિંગ થશે
ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડે અલગ-અલગ રાજ્યો માટે સીનિયર મેડિકલ ઑફિસર (સ્પેશિયાલિસ્ટ)ના પદો માટે ભરતી કાઢી છે. BHELએ કુલ 27 પદો માટે અરજી મંગાવી છે. જણાવી દઈએ કે આ ભરતી ત્રિચી, ભોપાલ, હરિદ્વાર, હૈદરાબાદ, ઝાંસી, રાનીપેટ, જગદીશપુર, વાયજાક અને દિલ્હીના યૂનિટમાં વિવિધ હોસ્પિટલો અને ડિસ્પેંસરી માટે કાઢી છે.
ઉમેદવારો 7 સપ્ટેમ્બરે અરજી કરી શકે છે
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ભેલની સત્તાવાર વેબસાઈટ careers.bhel.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ઉપરાંત ઉમેદવાર સીધી લિંક https://www.bhel.com/પર ક્લિક કરીને આ પદો (BHEl Recruitment 2021) માટે અરજી કરી શકો છો. સાથે જ આ લિંક https://careers.bhel.in/bhel/jsp/#openings દ્વારા ઑફિશિયલ નોટિફિકેશન પણ જોઈ શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 7 સપ્ટેમ્બર છે.
અરજી કરવા માટેની યોગ્યતા
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતા ગ્રેજ્યુએશન પાસ અને એમબીબીએસ ડિગ્રી રાખવામાં આવી છે, જેની સાથે જ એક વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે.
ઉંમર સીમા
અરજી કરનાર ઉમેદવારોની ઉંમર સીમા 37 વર્ષ રાખવામાં આવી છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર ભેલની સત્તાવાર વેબસાઈટ પર જઈ અરજી કરી શકે છે અને આ ભરતી વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરી શકે છે. ઉમેદવારોએ અરજી ફી અને જીએસટીના રૂપમાં 354 રૂપિયાની ચૂકવણી કરવી પડશે.



Click it and Unblock the Notifications

