For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BHEL Recruitment 2020: ભેલમાં ઘણા પદો પર થઈ રહી છે ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી

ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ (Bharat Heavy Electricals Limited - BHEL)એ ઘણા પદો પર ભરતી માટે આવેદન મંગાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ (Bharat Heavy Electricals Limited - BHEL)એ ઘણા પદો પર ભરતી માટે આવેદન મંગાવ્યા છે. યંગ પ્રોફેશનલ્સ માટે આયોજિત આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી કુલ સાત પદોને ભરવામાં આવશે. આમાંથી 5 પદ કૉર્પોરેટ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ ગ્રુપમાં છે અને એક પદ કૉર્પોરેટ ફાઈનાન્સ ગ્રુપમાં છે જ્યારે એક અન્ય પદ કૉર્પોરેટ એચઆર ગ્રુપમાં છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર અધિકૃત વેબસાઈટ www.bhel.com કે www.careers.bhel.in પર જઈને આવેદન કરી શકે છે.

bhel

આ પદો પર ફૉર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને ફૉર્મ ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2020 છે. એટલે કે આ તારીખ બાદ કોઈ ફૉર્મ નહિ ભરી શકે. આ ભરતી એક વર્ષના સમય માટે થઈ રહી છે. વળી, મહત્તમ કાર્યકાળ ત્રણ વર્ષ સુધીનો રહેશે. શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો ઉમેદવાર પાસે સંબંધિત ક્ષેત્રમાં બે વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવારની વય 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. કૉર્પોરેટ સ્ટ્રેટેજી મેેનેજમેન્ટુ ગ્રુપમાં ફૉર્મ ભરનાર એન્જિનિયરીંગ ગ્રેજ્યુએટ ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ સાથે જ ઉમેદવારો પાસે બે વર્ષનો કાર્યનો અનુભવ પણ હોવો જોઈએ.

કેવી રીતે કરશો અરજી

  • સૌથી પહેલા ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ www.careers.bhel.in પર જવાનુ રહેશે.
  • હવે માંગવામાં આવેલી જરૂરી માહિતી નોંધીને લેટેસ્ટ સ્ટેટસ લિંક પર લૉગ ઈન ક્રિએટ કરો.
  • હવે પોતાના દસ્તાવેજો અપલોડ કરો.
  • ત્યારબાદ ફૉર્મ ભરીને જમા કરાવવાનુ રહેશે.
  • ઉમેદવારે એ વાતનુ ધ્યાન રાખવાનુ રહેશે કે ફૉર્મ બે તબક્કામાં પૂરુ થવુ જોઈએ.
  • શક્ય હોય તે ભવિષ્યની સુવિધા માટે આની પ્રિન્ટ પણ જરૂર લઈ લેવી.

આ પદો પર ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુના માધ્યમથી કરવામાં આવશે. ઈન્ટરવ્યુમાં જે ઉમેદવારોની પસંદગી થશે તેમને ખાનગી ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. વેતનની વાત કરીએ તો પસંદગી પામેલ ઉમેદવારોને પ્રતિ માસ 80 હજાર રૂપિયાની સેલેરી આપવામાં આવશે. ઉમેદવારોએ અન્ય કોઈ પણ પ્રકારની માહિતી માટે વેબસાઈટ પર જવાની સલાહ આપવામાં આવે છે અને ફૉર્મ ભરતા પહેલા અધિકૃત અધૂસૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે.

RRC apprentice recruitment 2020: રેલવેમાં એપ્રેન્ટીસના 1004 પદ માટે ભરતી, આ રીતે કરો અરજીRRC apprentice recruitment 2020: રેલવેમાં એપ્રેન્ટીસના 1004 પદ માટે ભરતી, આ રીતે કરો અરજી

English summary
BHEL Recruitment 2020: Vacancies for young professionals on many posts in BHEL, Know how to apply.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X