• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માહિતી નિયામક અને સિનિયર સબ એડિટરની પ્રિલિમ પરીક્ષાનો કોલ લેટર જાહેર

|

ગુજરાતમાં માહિતી ખાતા દ્વારા માહિતી નિયામક વર્ગ-1, સહાયક માહિતી નિયામક વર્ગ 2 અને સિનિયર સબ એડિટર તથા માહિતી મદદનીશ વર્ગ-3ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે કોઈપણ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે તેઓ ojas.gujarat.gov.in પરથી પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે નાયબ માહિતી નિયામક વર્ગ 1 અને સહાયક માહિતી નિયામક (સંપાદન) વર્ગ 2ની પ્રિલિમનરી પરીક્ષા તારીખ 10 એપ્રિલ 2021ના રોજ સવારે 10 વાગ્યે યોજાનાર છે તથા સિનિયર સબ એડિટર વર્ગ 3 તથા માહિતી દમમનીશ વર્ગ 3ની પ્રિલિમનરી પરીક્ષા તારીખ 10 એપ્રિલ 2021ના રોજ બપોરે 3 કલાકે યોજાશે.

કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો

  • સૌથી પહેલાં ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
  • આ વેબસાઈટ પર Call Letter સેક્શન હશે જેમાં ડ્રોપ ડાઉન મેન્યૂમાંથી પ્રિલિમનરી પરીક્ષા કોલ લેટર વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમને એક નવા પેજ પર લઈ જવામાં આવશે જ્યાં તમારે જોબ સિલેક્ટ કરી કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ લખીને Print Call Letter બટન પર ક્લિક કરવું
  • આ બટન પર ક્લિક કરવાથી તમારો કોલ લેટર ખુલી જશે, જેને ભવિષ્યની સુરક્ષા માટે સેવ કરી લેવો.

English summary
Call letter for recruitment in Gujarat Information Department announced
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X