
Canara Bank Recruitment: એસઓના પદની ભરતી માટેની જાહેરાત
નવી દિલ્હીઃ બેંકમાં નોકરી કરવા માંગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ છે. કનારા બેંકે સ્પેશિયલ ઑફિસર (એસઓ)ના પદ પર ભરતી માટે સત્તાવાર વેબસાઈટ canarabank.com પર જાહેરાત બહાર પાડી છે. કુલ 220 પદ પર ભરતી થનાર છે. આ પદો પર અરજી કરવાની પ્રક્રિયા 25 નવેમ્બર 2020થી શરૂ થઈ રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2020 છે. એટલે કે આ તારીખ બાદ કોઈપણ અરજી નહિ કરી શકે. આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન પરીક્ષા જાન્યુઆરી કે પછી ફેબ્રુઆરીમાં લેવાય તેવી ઉમ્મીદ છે. હજી સુધી પરીક્ષાની સટીક તારીખની જાણકારી આપવામાં આવી નથી.
પરીક્ષા પાસ થનાર ઉમેદવારોએ બાદમાં ગ્રુપ ડિસ્કશન અને ઈન્ટર્વ્યૂમાં સામેલ થવું પડશે. સત્તાવાર નોટિસ મુજબ પદોની સંખ્યા મુજબ બેંક ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરશે અને પછી આ ઉમેદવારોને ગ્રુપ ડિસ્કશન અને ઈન્ટર્વ્યૂ માટે બોલાવશે. પરીક્ષા 200 અંકની હશે અને તેમાં 150 પ્રશ્ન પૂછવામાં આવશે. 2 કલાકનું પેપર હશે. ઓએમઆર સિસ્ટમથી પરીક્ષા લેવાશે અને દરેક ખોટા જવાબ બદલ 0.25 માર્ક કાપી લેવામાં આવશે. બેંક કુલ અંક સાથે જ વિષયો મુજબ પણ ન્યૂનતમ કટઑફ નિર્ધારિત કરશે.
શૈક્ષણિક યોગ્યતા શું છે?
અહીં પોલીસ વિભાગમાં ક્લાર્કના પદ પર ભરતી નીકળી, આવી રીતે અરજી કરો
ઉમેદવારો પાસે ગ્રેજ્યુએટ લેવલની ડિગ્રી હોવી જોઈએ. આની સાથે જ તેમને હિન્દી ભાષા અને કોમ્પ્યૂટર ચલાવવાનું જ્ઞાન પણ હોવું જોઈએ. ડિગ્રી કોઈ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલય અથવા સંસ્થાનથી હોવી જોઈએ. આ પદો પર અરજી કરતા ઉમેદવારોની ન્યૂનતમ ઉંમર 20 વર્ષથી ઓછી ના હોવી જોઈએ. વધુ માહિતી તમને બેંકની વેબસાઈટ પર મળી જશે જેની લિંક અપીં આપવામાં આવી છે.
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો