CBSE 10માં અને 12માની બાકી બચેલી પરીક્ષાઓ છાત્રોની પોતાની સ્કૂલમાં જ લેવાશે
કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે સીબીએસઈ(સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન) બોર્ડની બાકી બચેલી પરીક્ષાઓ વિશે એક મહત્વની માહિતી આપી છે. તેમણે કહ્યુ છે કે 10માં અને 12માની કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(CBSE)ની બાકી બચેલી પરીક્ષાઓ વિદ્યાર્થીઓની સ્કૂલોમાં જ આયોજિત કરવામાં આવશે નહિ કે બહારના કેન્દ્રો પર. વળી, પરિણામ જુલાઈના અંતમાં ઘોષિત કરવામાં આવશે.

ગૃહ મંત્રાલયે દિશા-નિર્દેશ જારી કર્યા
આ પહેલા આ પરીક્ષાઓ વિશે ગૃહ મંત્રાલયે દિશા-નિર્દેશ જારી કર્યા હતા. જેમાં બધી સ્કૂલોને તેનુ પાલન કરવાના નિર્દેશ આપ્યા. ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશો અનુસાર પરીક્ષા કેન્દ્રમાં સોશિયલ ડિસ્ટંસીંગને ધ્યાનમાં રાખીને પરીક્ષા થશે. બધા માટે થર્મલ સ્ક્રીનિંગ અને સેનિટાઈઝરની વ્યવસ્થા થશે.આ ઉપરાંત કોઈ પણ કન્ટેનમેન્ટ ઝોનમાં પરીક્ષા કેન્દ્ર નહિ હોય. બધા માટે ફેસ માસ્ક પહેરવુ અનિવાર્ય હશે. છાત્રોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટે વિશેષ બસોનું સંચાલન કરવામાં આવી શકે છે.
|
પરીક્ષા માટે લૉકડાઉનમાં છૂટ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે જણાવ્યુ કે 10મા અને 12માની બાકી રહેલી પરીક્ષાઓના આયોજન માટે લૉકડાઉનના નિયમોમાં છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ, 'છાત્રોના હિતોને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટંસીગ, માસ્ક જેવી શરતો સાથે 10મા અને 12મા બોર્ડની પરીક્ષાઓના આયોજન માટે લૉકડાઉનના નિયમોમાં છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.'

નવા નિયમોનુ પાલન કરવાનુ રહેશે
નવા નિયમો અનુસાર માસ્ક અથવા કપડાથી બધાએ પોતાના નાક અને મોઢાને ઢાંકીને રાખવાનુ રહેશે. માતાપિતાએ એ સુનિશ્ચિત કરવાનુ રહેશે કે તેમનુ બાળક ક્યાંય બિમાર તો નથી. ઉત્તરપુસ્તિકા સવારે 10.00 વાગ્યાથી 10.15 વાગ્યા વચ્ચે વહેંચવામાં આવશે. પછી પ્રશ્નપત્ર 10.15 વાગે વહેંચવામાં આવશે. છાત્રોને પ્રશ્નપત્ર વાંચવા માટે 15 મિનિટનો સમય મળશે. 10.30 વાગ્યાથી છાત્ર પ્રક્ષોના ઉત્તર લખવાનુ શરૂ કરી દેશે.
અયોધ્યામાંથી મળ્યા રામ મંદિરના અવશેષ, પ્રાચીન દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી