CBSE 12th Result: આજે બપોરે 2 વાગે સીબીએસઈ ધોરણ 12નુ પરિણામ જાહેર કરાશે, આ રીતે કરો ચેક
નવી દિલ્લીઃ સીબીએસઈના 12માં ધોરણના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. છેવટે જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તે સીબીએસઈ ધોરણનુ પરિણામ આજે જાહેર કરવામાં આવશે. જો કે બોર્ડે હજુ સુધી પરિણામ માટે તારીખ અને સમયની અધિકૃત જાહેરાત કરી નથી. તમને જણાવી દઈએ કે ગઈ કાલે વિદ્યાર્થીઓનો રોલ નંબર જાણવા માટેની સૂચના આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે સીબીએસઈએ વિદ્યાર્થીઓના ધોરણ 10 અને 12ના રોલ નંબર જાહેર કર્યા હતા. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે 12 ધોરણનુ પરિણામ આજે શુક્રવારે બપોરે જાહેર કરવામાં આવી શકે છે. જો કે બોર્ડે હજુ સુધી પરિણામ માટે તારીખ અને સમયની અધિકૃત જાહેરાત કરી નથી પરંતુ એક અગ્રણી પોર્ટલે દાવો કર્યો છે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 10 કરતા પહેલા 12માં ધોરણનુ પરિણામ જાહેર કરવામાં આવશે. 10માં ધોરણના વિદ્યાર્થીઓનુ પરિણામ 1 ઓગસ્ટે આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગઈકાલે બોર્ડની અધિકૃત વેબસાઈટ પર સૂચના આપવામાં આવી હતી કે 10માં અને 12માં ધોરણની બોર્ડની પરીક્ષા લેવામાં આવી નહોતી માટે એડમિટ કાર્ડ પણ જાહેર કરવામાં આવ્યા નહોતા. હવે બોર્ડ પરિણામ જાહેર કરવાની પ્રોસેસમાં છે. અગાઉના ટ્રે્ન્ડ મુજબ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સીબીએસઈ પરિણામ વિશે તેમના અધિકૃત સોશિયલ મીડિયા પેજ પર જાહેરાત કરી શકે છે.
સીબીએસઈ દ્વારા પરિણામની અધિકૃત ઘોષણા બાદ તેને ડાઉનલોડ કરવાની લિંક cbseresults.nic.in પર લાઈવ કરી દેવામાં આવશે. છાત્રો પોતાનુ સીબીએસઈ બોર્ડનુ પરિણામ ડિજિલૉકર, UMANG એપ અને અન્ય પ્લેટફૉર્મ પર પણ મેળવી શકશે. રિઝલ્ટ ચેક કરવા માટે છાત્રોના રોલ નંબર ડાઉનલોડ કરવાની લિંક પણ એક્ટીવ કરી દેવામાં આવી છે.