CBSE 12th Results 2021: સીબીએસઈએ જાહેર કર્યુ 12માંનુ રિઝલ્ટ, 99.37% છાત્રો થયા પાસ, આ રીતે કરો ચેક
નવી દિલ્લીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઈ)એ 12માંનુ પરિણામ જાહેર કરી દીધુ છે. સીબીએસઈ બોર્ડે પોતાની અધિકૃત વેબસાઈટ cbse.gov.in પર 12માંના પરિણામો જાહેર કર્યા છે. સીબીએસઈ બોર્ડના 12માં ધોરણમાં આ વર્ષે 99.37% ટકા છાત્રો પાસ થયા છે. સીબીએસઈ બોર્ડ 12માંનુ રિઝલ્ટ જોવા માટે છાત્રો cbseresults.nic.in અથવા cbse.gov.in પર જઈ શકે છે. રિઝલ્ટ જોવા માટે તમારે રજિસ્ટ્રેશન નંબર, રોલ નંબર અને ડેટ ઑફ બર્થની જરૂર પડશે. કોરોના વાયરસના કારણે બોર્ડે આ વર્ષે પરીક્ષાઓ રદ કરી દીધી હતી. બોર્ડે મૂલ્યાંકન નીતિના આધારે પરિણામ તૈયાર કર્યુ છે.
દેશભરમાં 99.37 ટકા છાત્રો થયા પાસ, છોકરીઓએ બાજી મારી
સીબીએસઈ બોર્ડે 12માંનુ પરિણામ 30 જુલાઈ, 2021એ બપોરે 2 વાગે જાહેર કરી દીધુ છે. દેશભરમાં સીબીએસઈ બોર્ડના 12માંના 99.37 ટકા છાત્રો પાસ થયા છે. દેશભરમાં ધોરણ 12માંની પરીક્ષા માટે 1304561 છાત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેમાંથી 99.37 ટકા છાત્રો પાસ થઈ ગયા છે. જેમાંથી છોકરીઓએ સારુ પ્રદર્શન કર્યુ છે. છોકરીઓનો કુલ પાસ ટકા 99.67% છે, જ્યારે છોકરાઓના 99.13% અને ટ્રાન્સજેન્ડરના 100% રહ્યા છે. છોકરીઓએ છોકરાથી 0.54 ટકા સારુ પ્રદર્શન કર્યુ છે.
દિલ્લીના છાત્રોનુ પરિણામ સારુ
વળી, દિલ્લીમાં આ વર્ષે સીબીએસઈ બોર્ડના સૌથી વધુ 99.84 ટકા છાત્રો પાસ થયા છે. દિલ્લીના કુલ 291606 છાત્રોએ 12માંની પરીક્ષા માટે પોતાનુ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેમાંથી 291135 છાત્રોએ પરીક્ષા પાસ કરીને 99.84 ટકા પાસ થયા છે.
આ રીતે કરો સીબીએસઈ 12માંનુ પરિણામ
1. રિઝલ્ટ જોવા માટે સૌથી પહેલા અધિકૃત વેબસાઈટ cbse.gov.in અથવા cbseresults.nic.in પર જાવ.
2. સીબીએસઈ 12માંના પરિણામ લિંક પર ક્લીક કરો.
3. ક્રિડેંશિયલ નોંધો એટલે કે રજિસ્ટ્રેશન નંબર અને રોલ નંબર, ડેટ ઑફ બર્થ સબમિટ કરો.
4. સબમિટ કરતા જ રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.