CBSE Class 10-12 Date Sheet 2021: આજે આવશે 10મા અને 12માની પરીક્ષાની ડેટશીટ, જાણો કેવી રીતે કરશો ડાઉનલોડ
CBSE Classes 10, 12 datesheets 2021 release date and time today: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(CBSE)ક્લાસ 10 અને 12ની પરીક્ષાનુ શિડ્યુલ આજે મંગળવાર(2 ફેબ્રુઆરી)એ જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે માહિતી આપી હતી કે સીબીએસઈ 10મા અને 12માની પરીક્ષાની ડેટશીટ 2 ફેબ્રુઆરી 2021ના રોજ જાહેર કરવામાં આવશે. સીબીએસઈ 10મા અને 12ની પરીક્ષા 4 મેથી શરૂ થશે અને 10 જૂન સુધી ચાલશે. છાત્રો પરીક્ષા ડેટશીટ જાહેર થયા બાદ વેબસાઈટ cbse.nic.inના માધ્યમથી ચેક કરી શકે છે. સંભાવના છે કે એપ્રિલમાં સીબીએસઈ એડમિટ કાર્ડ જાહેર કરશે. કોરોના મહામારીને જોતા આ વર્ષનો સિલેબસ ઘટાડીને 30 ટકા કરી દેવામાં આવ્યો છે. માટે પરીક્ષાાં આ વખતે 33 ટકા ઈન્ટરનલ ચૉઈસવાળા પ્રશ્ન હશે.
CBSE Class 10, 12 Exam Date Sheet 2021: આ રીતે કરો ડાઉનલોડ
- સૌથી પહેલા અધિકૃત વેબસાઈટ cbse.nic.in પર જાવ.
- ત્યારબાદ તમને તમારા ક્લાસ વિશે પૂછવામાં આવશે, માટે લિંક પર ક્લિક કરીને તમારા પોતાના ક્લાસની પસંદગી કરો.
- ત્યારબાદ ધોરણ 10 અને 12નુ શિડ્યુલ તમારી સ્ક્રીન પર દેખાશે.
- ત્યારબાદ તમે તેને ડાઉનલોડ કરી શકો છો.
મેમાં શરૂ થશે CBSE 10મા અને 12ની પરીક્ષા
- આ વર્ષે સીબીએસઈની 10મા અને 12મા ધોરણની પરીક્ષા 4મેથી શરૂ થવાની છે.
- પરીક્ષા 4મેથી શરૂ થઈને 10 જૂન સુધી ચાલશે.
- પ્રેક્ટીકલ પરીક્ષા 1 માર્ચથી શરૂ થશે.
જાણો ક્યારે આવશે પરિણામ
એડમિટ કાર્ડ એપ્રિલમાં જાહેર થવાની સંભાવના છે અને પરિણામ 15 જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવશે. 1 માર્ચથી પ્રેક્ટીકલ પરીક્ષા થશે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આની જાહેરાત કરી હતી. ગયા વર્ષ, સીબીએસઈએ જુલાઈમાં પરિણામો જાહેર કર્યા હતા. 91.46 ટકા છાત્રોએ 10મા ધોરણની પરીક્ષા પાસ કરી અને કુલ 88.78 ટકા છાત્રોએ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હતી. કોરોનાને જોતા આ વર્ષની પરીક્ષા કોવિડ-19ના નિયમો અનુસાર આયોજિત કરવામાં આવશે. બધા છાત્રોએ માસ્ક પહેરવુ જરૂરી છે. આ સાથે જ સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન પણ કરવાનુ રહેશે.
12 બાળકોને પોલિયોના બદલે પિવડાવી દીધા સેનિટાઈઝરના બે ટીપાં