For Quick Alerts
For Daily Alerts
ધોરણ 10-12ની રીપીટર પરિક્ષાની તારીખ જાહેર, 1 જુલાઇથી લેવાશે પરિક્ષા
કોરોના મહામારીના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યુ હતુ. હવે ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓની પરિક્ષા માટે હવે બોર્ડે ટાઇમ ટેબલની જાહેરાત કરી છે. ધો.12 બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈ મોટી જાહેરાત કરવામાં આવી હતી. 1 જુલાઈથી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થશે. પરીક્ષાનો સમયગાળો ત્રણ કલાકનો રહેશે. વિદ્યાર્થીઓને ઘરની નજીક પરીક્ષા કેન્દ્ર મળે તેવું આયોજન કરાશે.
સરકારે રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી આ ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોરોના પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

Comments
English summary
Date of repeater examination of standard 10-12 announced, examination will be held from 1st July
Story first published: Tuesday, June 1, 2021, 20:19 [IST]