
UPSC સિવિલ સર્વિસનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, શ્રુતિ શર્માએ ટોપ કર્યુ!
નવી દિલ્હી, 30 મે : યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સિવિલ સર્વિસ પરીક્ષા 2021નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં 685 વિદ્યાર્થીઓ સફળ થયા હતા. આ વખતે શ્રુતિ શર્મા ટોપ પર છે, જ્યારે પ્રથમ ચાર સ્થાને છોકરીઓના છે. આ પરીક્ષાનું સંપૂર્ણ પરિણામ UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જોઈ શકો છો.
UPSC મુજબ, કુલ 685 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. જેમાં 244 જનરલ, 73 EWS, 203 OBC, 105 SC અને 60 ST કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે શ્રુતિ શર્માએ પ્રથમ, અંકિતા અગ્રવાલને દ્વિતીય, ગામિની સિંગલાએ તૃતીય અને ઐશ્વર્યા વર્ણાએ ચોથું સ્થાન મેળવ્યું હતું. જ્યારે ઉત્કર્ષ દ્વિવેદી છોકરાઓમાં ટોપર છે, તેણે પાંચમો રેન્ક મેળવ્યો છે. આ પછી યક્ષ ચૌધરીએ 6મો, સમાયક જૈન 7મો, ઈશિતા રાઠી 8મો, પ્રીતમ કુમાર 9મો અને હરકીરત સિંહ રાંધનાને 10મો રેન્ક મળ્યો છે.
સંપૂર્ણ પરિણામ કેવી રીતે જોવું?
સૌથી પહેલા UPSC ની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જાઓ. આ પછી તમે ટોચ પર UPSC પરિણામ 2021 જોશો. ત્યાં ક્લિક કરવાથી તમને PDF મળશે. તમે પીડીએફમાં રોલ નંબર અને નામ શોધીને તમારું પરિણામ ચકાસી શકો છો.