
GSEB 10th Result 2021: ગુજરાત બોર્ડના ઈતિહાસમાં પહેલીવાર 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા
ગુજરાત બોર્ડે 30 જૂને ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. આ વર્ષે બધા જ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા છે, એટલે કે રિઝલ્ટ 100 ટકા રહ્યું છે. જણાવી દઈએ કે કોરોનાવાયરસના કહેરને વચ્ચે 8 લાખ 57 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે.
ગુજરાત શિક્ષણ બોર્ડે સત્તાવાર વેબસાઈટ gseb.org પર ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કર્યું છે. જો કે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આ વેબસાઈટ પરથી રિઝલ્ટ નહી ચકાશી શકે. આના માટે તેમણે પોતાની સ્કૂલની મુલાકાત લેવી પડશે. કેમ કે સ્કૂલોએ લૉગિન કરી વેબસાઈટથી રિઝલ્ટ ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને આપવું પડશે. ગુજરાત બોર્ડના ઈતિહાસમાં પહેલીવાર 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા
કેટલા વિદ્યાર્થીઓને કયો ગ્રેડ મળ્યો
A1- 17,186
A2- 57,352
B1- 1,00,973
B2- 1,50,432
C1- 1,85,266
C2- 1,72,253
D- 1,73,372
જણાવી દઈએ કે ગુજરાત બોર્ડે 10માની પરીક્ષાઓ રદ્દ કરી દીધી હતી અને રાજ્ય બોર્ડ દ્વારા વિકસિત માપદંડોના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ વર્ષે માસ પ્રમોશનમાં 10માનું રિઝલ્ટ 9મા ધોરણના બંને સેમેસ્ટર અને 10મા ધોરણના પહેલા સેમેસ્ટરના પરિણામના આધારે ધોરણ 10નું રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.