GSEB 12th Result: જુલાઈના ત્રીજા અઠવાડિયા સુધીમાં 6.83 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ આવશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ માટે રજિસ્ટર 6.83 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે મૂલ્યાંકન પ્રક્રિયા સમાપ્ત થવાની છે. ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ ઘોષિત કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. સૂત્રો મુજબ પરિણામ જુલાઈના ત્રીજા અઠવાડિયા સુધી ઘોષિત કરવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે અગાઉ તમામ રાજ્ય બોર્ડોને 31 જુલાઈ સુધી ધોરણ 12ના પરિણામ ઘોષિત કરવા કહ્યું હતું, જો કે ગુજરાત બોર્ડ સમયસીમા પહેલાં જ રિઝલ્ટ ઘોષિત કરી દે તેવી સંભાવના છે.
આવી રીતે તૈયાર થશે પરિણામ
ગુજરાત બોર્ડ ધોરણ 10, 11 અને 12ના અંકોના આધારે પરિણામ તૈયાર કરવામાં આવશે. આના માટે ધોરણ 12માં પ્રાપ્ત કુલ અંકોના 50 ટકા, ધોરણ 11 અને બારમાના ઈન્ટર્નલમાં પ્રાપ્ત થયેલા અંકોમાંથી પ્રત્યેકના 25 ટકા અંકોના આધારે ધોરણ 12નું રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે. જણાવી દઈએ કે પરિણામ તૈયાર કરવા માટે 11 સભ્યોની એક સમિતિ દ્વારા મૂલ્યાંકન નીતિને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું.
પાછલા વર્ષના પરિણામ પર એક નજર
પાછલા વર્ષે એટલે કે વર્ષ 2019-20માં રજિસ્ટર 3.71 લાખ વિદ્યાર્થીઓમાંથી 2.88 લાખે કળા અને વાણિજ્ય સહિત અન્ય વિષયોમાં 76.29 ટકા સાથે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરી હતી. જ્યારે 2018-19માં 73.27 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
ગુજરાત સરકારે આ વર્ષે ધોરણ 10ના બધા જ વિદ્યાર્થીઓને પાસ કરવાનો ફેસલો લીધો. જો કે આ ફેસલો એચએસસી અથવા ધોરણ 12ના વિદ્યાર્થીઓ પર લાગૂ નહી પડે. અગાઉ ખુદ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી દીધી હતી કે, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આવા પ્રકારની કોઈ યોજના બનાવવામાં નહી આવે.