પરીક્ષા આપ્યા વિના જ પાસ થશે વિદ્યાર્થીઓ, ગુજરાત બોર્ડે SSC પરીક્ષા રદ્દ કરી
ગુજાત સરકારે રાજ્યમાં કોરોનાવાયરસ મહામારીને કારણે બોર્ડ પરીક્ષાને લઈ મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે GSEB SSC Exam 2021 રદ કરી દીધી છે અને 10મા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના માસ પ્રમોશન કરવાની ઘોષણા કરી દીધી છે.
મુખ્યમંત્રીની બેઠકમાં ફેસલો લેવાયો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 10માની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય ગુરુવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આયોજિત એક કોર કમિટીની બેઠકમાં લેવાયો. રિપોર્ટ મુજબ રાજ્ય સરકાર 10મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપશે. અગાઉ બોર્ડે કહ્યું હતું કે કોવિડ 19 સ્થિતિની સમીક્ષા બેઠક 15 મેના રોજ થશે અને તે બાદ બોર્ડ પરીક્ષા વિશે ફેસલો લેવાશે.
આ વિદ્યાર્થીઓએ આપવી પડી શકે છે પરીક્ષા
સીએમ વિજય રૂપાણીએ કોવિડ 19 હાલાને ધ્યાનમાં રાખી સ્ટૂડેંટ્સ, ટીચર્સ અને પેરેન્ટ્સને બચાવવા અને વાયરસ ફેલાતો રોકવા માટે આ ફેસલો લીધો છે. જો કે પાછલા વર્ષે ફેલ થયેલ વિદ્યાર્થીઓ (રિપીટર્સ)ની પરીક્ષાનું આયોજન કોવિડ-19 સ્થિતિ ઠીક થવા પર યોજાઈ શકે છે. જણાવી દઈએ કે ગુજરાત બોર્ડે ધોરણ 12ની પરીક્ષા આયોજિત કરવા પર કોઈ નિર્ણયની ઘોષણા નથી કરી.
ખેડૂતોના ખાતામાં પીએમ મોદીએ નાખ્યા 2000 રૂપિયા, તમારા ખાતામાં આવ્યા કે નહિ આવી રીતે ચેક કરો