GSEB HSC આર્ટસ અને કૉમર્સનુ પરિણામ આજે સવારે 8 વાગે જાહેર, આ રીતે કરો ચેક
અમદાવાદઃ ગુજરાત બોર્ડનું 12માં ધોરણનુ આર્ટસ અને કૉમર્સનુ પરિણામ આજે 31 જુલાઈ, 2021ના રોજ સવારે 8 વાગે જાહેર કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ gseb.org પરથી ડાઉનલોડ કરી શકે છે. આ વર્ષે 5 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 12ની આર્ટ્સ અને સાયન્સની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પરિણામ ચેક કરી શકે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરેલા પરિણામમાં 691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો, જ્યારે 9455 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે. 5288 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો છે તેમજ 82,010 વિદ્યાર્થીઓને B2 મળ્યો છે, વળી, 1,29,781 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ, 1,08,299 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ અને 28,690 વિદ્યાર્થીઓને D ગ્રેડ મળ્યો છે. 5885 વિદ્યાર્થીઓને E1 અને 28 વિદ્યાર્થીઓને E2 ગ્રેડ મળ્યો છે.
તમને જણાવી દઈએ કે રાજ્યમાં કોરોના મહામારીના કારણે આ વર્ષે ગુજરાત રાજ્ય બોર્ડની પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. બાદમાં બોર્ડે આંતરિક મૂલ્યાંકન નીતિના આધારે GSEB HSC પરિણામ 2021 તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત બોર્ડ 12માં ધોરણના પરિણામ માટે 50:25:25ના ગુણોત્તરમાં ધોરણ 10, 11 અને 12ના પરિણામોને ધ્યાનમાં લીધા છે.
આ રીતે કરો ચેક
1. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અધિકૃત વેબસાઈટ gseb.org પર જાવ.
2. હોમપેજ પર ઉપલબ્ધ પરિણામ સેક્શનમાં જાવ.
3. આ ઉપરાંત તમે સીધા આ લિંક GSEB HSC Result 2021 પર પણ જઈ શકો છો.
4. સ્કૂલ કોડ અને ગુજરાત બોર્ડની પરિણામ જાણવા માટે જરૂરી વિગતો ભરો
5. પરિણામ ડાઉનલોડ કરીને માર્કશીટની પ્રિન્ટ આઉટ કાઢી લેવી.