Gujarat High Court Recruitment 2022 : ગુજરાત હાઇકોર્ટમાં 219 સિવિલ જજની ભરતી, આવી રીતે કરો અરજી

રસ ધરાવતા ઉમેદવારો તેના માટે ઓફિસિયલ વેબસાઇટ, www.gujaratighcourt.nic.in અને hc-ojas.gujarat.gov.in દ્વારા અરજી કરી શકે છે.

Gujarat High Court Recruitment 2022 : ગુજરાત હાઈકોર્ટે સિવિલ જજની જગ્યા માટે અરજી કરવા પાત્ર ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. રસ ધરાવતા ઉમેદવારો તેના માટે ઓફિસિયલ વેબસાઇટ, www.gujaratighcourt.nic.in અને hc-ojas.gujarat.gov.in દ્વારા અરજી કરી શકે છે.

અહેવાલો અનુસાર, Gujarat High Court Recruitment 2022 માટે ઓનલાઈન અરજી 03 ફેબ્રુઆરી, 2022 થી શરૂ થશે. આ ભરતી અભિયાન દ્વારા, કુલ 219 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. પાત્રતા, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો માટે વાંચો અમારા આ અહેવાલમાં...

Gujarat High Court Recruitment 2022

Gujarat High Court Recruitment 2022

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ : ફેબ્રુઆરી 3, 2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 2 માર્ચ, 2022
  • પ્રારંભિક પરીક્ષા (એલિમિનેશન ટેસ્ટ) : 15 મે, 2022
  • મુખ્ય લેખિત પરીક્ષા : 17 જુલાઈ, 2022
  • વિવાવોસ ટેસ્ટ (ઓરલ ઇન્ટરવ્યુ) : 9 ઓક્ટોબર, 2022
સિવિલ જજ : 219 જગ્યા માટે ભરતી

સિવિલ જજ : 219 જગ્યા માટે ભરતી

શૈક્ષણિક લાયકાત : ઉમેદવારે ભારતમાં કાયદા દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી ધરાવવી આવશ્યક છે અને તેને સ્થાનિક (ગુજરાતી) ભાષાપ્રાવીણ્ય પરીક્ષા પાસ કરવી પડશે.

સિવિલ અને/અથવા ફોજદારી અધિકારક્ષેત્રની અદાલતોમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હોવા જોઈએ.

અરજી ફી : જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂપિયા 1000 ચૂકવવા પડશે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતેપછાત વર્ગો, શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓ (PH) અને ભૂતપૂર્વ સૈનિક વર્ગના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂપિયા 500 ચૂકવવા પડશે.

ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?

ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?

ગુજરાત હાઈકોર્ટની અરજી પ્રક્રિયા પર વધુ વિગતો માટે, પાત્રતા અને પસંદગી, નીચે શેર કરેલા સત્તાવાર સૂચના તપાસવા માટે ઓફિસિયલ વેબસાઇટની મુલાકારતકરો.

લાયક ઉમેદવારોએ 2 માર્ચ, 2022 પહેલા હાઈકોર્ટની અધિકૃત વેબસાઈટ www.gujarathighcourt.nic.in અને https://hcojas.gujarat.gov.inદ્વારા ઓનલાઈન અરજી કરવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X