Gujarat teacher bharti : ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર, 17 ફેબ્રુઆરી સુધીમાં કરી લેવાનું રહેશે આ
Gujarat teacher bharti : ગુજરાત રાજ્યમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા આગળ વધી રહી છે. લેટેસ્ટ સમાચાર અનુસાર, જૂના શિક્ષકોનું ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવ્યું છે અને તેઓ 17 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શાળા પસંદગી કરી શકશે.
શાળા શિક્ષણ વિભાગ દ્વારા જૂના શિક્ષકો માટેના ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી ધોરણ 11 અને 12 માટે નવા શિક્ષકોની ભરતી શરૂ કરવામાં આવશે.

નવા નિયમો અનુસાર, પસંદગી પામેલા શિક્ષકો અથવા આચાર્ય તરીકે નિયુક્ત થનારા ઉમેદવારો માટે એનઓસી લેવાની જરૂર રહેશે નહીં. ભરતી પ્રક્રિયા પહેલા જિલ્લા શિક્ષણાધિકારીથી મંજૂરી મેળવવી પડશે.
શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે અગાઉ જાહેરાત કરી હતી કે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નોકરી માટેની કામગીરી સરળ બનાવવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.
રાજ્ય શિક્ષણ વિભાગે 4 જાન્યુઆરી 2024ના ઠરાવમાં સમિતિની રચના કરી હતી. આ સમિતિએ જે ભલામણો રજૂ કરી છે તે આધારે જુના શિક્ષકોની ભરતી માટે નવો માર્ગદર્શિકા બનાવવામાં આવ્યો છે.
જરૂરી તાલીમ અને ડેટા પ્રક્રિયા પૂર્ણ થયા પછી ઉમેદવારો ઓનલાઇન શાળા પસંદગી માટે ફેબ્રુઆરી 17 સુધી અરજી કરી શકશે.












Click it and Unblock the Notifications
