For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GUJCET Exam 2021: આ તારીખ પહેલાં ભરી લેવું ગુજકેટનું ફોર્મ

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2021 માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોએ પ્રકાશિત સત્તાવાર

|
Google Oneindia Gujarati News

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2021 માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોએ પ્રકાશિત સત્તાવાર સૂચનાને સંપૂર્ણ રીતે વાંચ્યા પછી જ અરજી કરવી જોઈએ. આ પ્રવેશ પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવશે.

GUJCET

આ અભ્યાસક્રમોમાં મળશે પ્રવેશ

આ પ્રવેશ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને રાજ્યની વિવિધ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં એન્જિનિયરિંગ અને ફાર્મસી અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ મળે છે.

અરજી ફી

આ પ્રવેશ પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોએ 3૦૦ રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. પરીક્ષા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો પ્રકાશિત થયેલ સત્તાવાર સૂચના જોઈ શકે છે.

આ રીતે કરો અરજી

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org પર જાઓ.
  • હોમ પેજ પર આપેલી GUJCET 2021 માટેની લિંક પર ક્લિક કરો.
  • અહી માંગેલી માહિતી ભરીને સબમિટ કરો.
  • નેટ બેન્કિંગ, યુપીઆઈ ચુકવણી વગેરે જેવા ઓનલાઇન મોડ દ્વારા એપ્લિકેશન ફી સબમિટ કરો.
  • સબમિટ ટેબ પર ક્લિક કરો અને એપ્લિકેશન ફોર્મનું એક પ્રિન્ટ આઉટ લો.

મહત્વની તારીખ

  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ - 23 જૂન 2021
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ - 30 જુન 2021
  • અધિકારીક વેબસાઇટ - gujcet.gseb.org
English summary
GUJCET Exam 2021: Application for Gujarat Common Entrance Test 2021 started, you can apply till this date
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X