IAF AFCAT 2 Result: ઈન્ડિયન એરફોર્સ કોમન એપ્ટિટ્યૂડ ટેસ્ટનું રિઝલ્ટ જાહેર
ભારતીય વાયુસેનાએ આજે પોતાની સત્તાવાર વેબસાઈટ afcat.cdac.in પર કોમન એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે એર ફોર્સ કોમન એડમિશન ઓનલાઈન ટેસ્ટનું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. જેની પરીક્ષા 28, 29 અને 30 ઓગસ્ટ 2021ના રોજ આયોજિત કરવામાં આવી હતી. પરીક્ષાનો ઉમેદવાર પોતાનું રિઝલ્ટ સત્તાવાર વેબસાઈટ afcat.cdac.in પર લૉગઈન કરીને જોઈ શકે છે. ભારતીય વાયુસેનાએ ગ્રાઉન્ડ ડ્યૂટી ટેક્નિકલ, ફ્લાઈંગ બ્રાંચ અને નૉન-ટેક્નિકલ પદો અંતર્ગત 334 ખાલી પદો માટે એર ફોર્સ કૉમન એપ્ટીટ્યૂડ ટેસ્ટ આયોજિત કરી હતી.
પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોએ એક પ્રશિક્ષણ કાર્યકાળ પૂરો કરવો પડશે. ઉડાણ અને ટેક્નિકલ શાખા માટે ટ્રેનિંગની અવધિ 74 અઠવાડિયા અને બિન-ટેક્નિકલ શાખાઓના મામલામાં 52 અઠવાડિયાં હશે.
AFCAT 2નું રિઝલ્ટ 2021: કેવી રીતે ચકાસવું
- સૌથી પહેલાં સત્તાવાર વેબસાઈટ afcat.cdac.in પર જાઓ.
- હોમપેજ પર ઉમેદવાર લોગઈન પર જઈને AFCAT 02/2021 પર ક્લિક કરો.
- જે બાદ એક નવું પેજ ખુલશે.
- જ્યાં તમારે રજિસ્ટ્રેશન નંબર નાખી લૉગઈન કરવું પડશે.
- જે બાદ રિઝલ્ટ તમારી સ્ક્રીન પર હશે. જેને તમે ડાઉનલોડ કરી શકો છો.
પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ શારીરિક અને મેડિકલ પરીક્ષણ માટે ઉપસ્થિત થવું પડશે. જે બાદ પસંદિત ઉમેદવારોને ફ્લાઈંગ અને ગ્રાઉન્ડ ડ્યૂટી શાખામાં ગ્રુપ-A રાજપત્રિત અધિકારીમાં ભરતી કરવામાં આવશે. સાઈન ઈન કર્યા બાદ કેંડિડેટે પોતાનું ઈન્ટર્વ્યૂ સેંટર પસંદ કરવાનું રહેશે. કેંડિડેટને ઈન્ટર્વ્યૂ માટે ટ્રાવેલ અલાઉન્સ પણ આપવામાં આવશે.
રિપોર્ટ મુજબ ઉમેદવારે પોતાનું ઈન્ટર્વ્યૂ સેંટર પસંદ કર્યા બાદ બેંક ડિટેલ્સ સબમિટ કરવાની રહેશે અને ત્યાંથી જ કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. વધુ જાણકારી માટે ઉમેદવારોએ વેબસાઈટના કેંડિડેટ સેક્શનમાં જવું.