IBPS Clerk Mains 2020નુ પરિણામ થયુ જાહેર, અધિકૃત વેબસાઈટ પર જઈને કરો ચેક
નવી દિલ્લીઃ બેંકિંગ સેક્ટરમાં કર્મચારીઓની પસંદગી કરતી સંસ્થા ઈન્સ્ટીટ્યુટ ઑફ બેંકિંગ પર્સનલ સિલેક્શને(IBPS) ક્લાર્ક મેઈન પરીક્ષાના પરિણામો જાહેર કરી દીધા છે. જે ઉમેદવારોએ IBPS Main examination for CRP clerks Xની પરીક્ષા આપી હતી તે પરિણામ માટે અધિકૃત વેબસાઈટ ibps.in પર જઈને પોતાના પરિણામ ચેક કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ પરીક્ષા 28 ફેબ્રુઆરીએ આયોજિત કરવામાં આવી હતી. વળી, આ પહેલા આની પ્રારંભિક પરીક્ષા 5, 12 અને 13 ડિસેમ્બર 2020એ આયોજિત કરવામાં આવી હતી જેના પરિણામો 10 ફેબ્રુઆરીના રોજ ઘોષિત થયા હતા.
આ બેંકોમાં ઉમેદવારોને મળશે નિયુક્તિ
તમને જણાવી દઈએ કે અધિકૃત વેબસાઈટ પર ઉમેદવાર 30 એપ્રિલ સુધી પોતાનુ પરિણામ ચેક કરી શકે છે. જે ઉમેદવાર આ પરીક્ષાને પાસ કરી લેશે તેને બેંક ઑફ બરોડા, કેનેરા બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક, બેંક ઑફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઑફ ઈન્ડિયા, બેંક ઑફ મહારાષ્ટ્ર, ભારતીય બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકમાં ક્લાર્કના પદો પર નિયુક્તિ મળશે. તમને જણાવી દઈએ કે આ ભરતી દ્વારા 2557 ક્લાર્કના પદોને ભરવામાં આવશે.
આ રીતે ચેક કરો પરિણામ
ઉમેદવારોને અધિકૃત વેબસાઈટ પર જઈને હોમ પેજ પર જ ઉપલબ્ધ કરાતી સંબંધિત અપડેટ પર ક્લિક કરવાનુ છે. ત્યારબાદ નવા પેજ પર પોતાનુ વિવરણ(રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ)ભરીને સબમિટ કરીને લૉગઈન કરવાનુ રહેશે. લૉગ ઈન બાદ ઉમેદવાર પોતાનુ આઈબીપીએસ ક્લાર્ક રિઝલ્ટ 2021 જોઈ શકશે.
કોરોના વેક્સીનેશન અંગેના સવાલોના આરોગ્ય મંત્રીએ આપ્યા જવાબ