For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઑફિસરના 645 પદ પર બંપર ભરતી, જાણો અરજી કેવી રીતે કરશો

બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઑફિસરના 645 પદ પર બંપર ભરતી, જાણો અરજી કેવી રીતે કરશો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બેંકિંગના ક્ષેત્રમાં નોકરીની તલાશ કરી રહેલા યુવાનો માટે દિવાળી પહેલાં એક સારા સમાચાર છે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ બેંકિંગ પર્સનલ એટલે કે IPBSએ સ્પેશિયલ ઑફિસરના 645 પદો પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આઈબીપીએસની સત્તાવાર વેબસાઈટ ibps.in પર જઈ અરજી કરી શકે છે. ઉમેદવારોએ અરજી કરવા માટે લૉગઈન કરવું પડશે.

job vacancy

આ પદે પર અરજી કરવાની પ્રક્રિયા ચાલુ છે અને 23 નવેમ્બર 2020 સુધી અરજી કરી શકાય ચે. એટલે કે આ તારીખ બાદ કોઈપણ અરજી સ્વિકારવામાં નહિ આવે. સ્પેશિયાલિસ્ટ ઑફિસરની નોકરી માટે ઉમેદવારોએ પ્રીલિમ્સ અને મેન્સ પરીક્ષા પાસ કરવી પડશે. પ્રીલિમ્સ પરીક્ષાનું આયોજન 26 અને 27 ડિસેમ્બર 2020ના રોજ થશે. જેમાં સફળ થતા ઉમેદવારો જ મુખ્ય પરીક્ષામાં બેસી શકશે. 30 જાન્યુઆરી 2021ના રોજ મુખ્ય પરીક્ષા લેવાશે.

પદોનું વિવરણ

  • આઈટી ઑફિસર સ્કેલ 1-20 પદ
  • એગ્રીકલ્ચર ફીલ્ડ ઑફિસર- 485 પદ
  • માર્કેટિંગ ઑફિસર- 60 પદ
  • લૉ ઑફિસર- 50 પદ
  • એચઆર પર્સનલ ઑફિસર- 7 પદ

જરૂરી તારીખ

  • સત્તાવાર જાહેરાત જાહેર થવાની તારીખ- 1 નવેમ્બર 2020
  • રજિસ્ટ્રેશન શરૂ થવાની તારીખ- 2 નવેમ્બરથી 23 નવેમ્બર 2020
  • અરજી ફી ચૂકવવાની તારીથ- 2 નવેમ્બરથી 23 નવેમ્બર 2020 સુધી
  • રિઝલ્ટ આવવાની તારીખ- જાન્યુઆરી 2021
  • મુખ્ય એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ- જાન્યુઆરી 2021
  • મુખ્ય પરીક્ષાનું રિઝલ્ટ આવવાની તારીખ- ફેબ્રુઆરી 2021

GPSCની પરીક્ષાઓ માટે અપ્લાય કરવા અહીં ક્લિક કરોGPSCની પરીક્ષાઓ માટે અપ્લાય કરવા અહીં ક્લિક કરો

અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ સત્તાવાર જાહેરાત વાંચી લેવી, જે તમને વેબસાઈટ પર જ મળી જશે. જેમાં તમારી જરૂરી શૈક્ષણિક યોગ્યતા અને આયુસીમા સહિત પૂરી જાણકારી મળી જશે. વધુ જાણકારી માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઈટ પર જવાની સલાહ આપવામાં આવે છે.

English summary
IBPS Recruitment: job vacancies for specialist officer in banks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X