• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

JEE Advanced 2021 Topper : IIT દિલ્હીના મૃદુલ અગ્રવાલ ટોપ, ટોપર્સની યાદી જુઓ

|
Google Oneindia Gujarati News

JEE Advanced 2021 Topper : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ખડગપુરે JEE એડવાન્સ્ડ પરિણામ 2021 જાહેર કર્યું છે. પરિણામો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જાહેર કરવામાં આવ્યા છે. IIT દિલ્હીના મૃદુલ અગ્રવાલે આ વર્ષે JEE એડવાન્સમાં ટોપ કર્યું છે.

મૃદુલ અગ્રવાલે 360 માંથી 348 ગુણ મેળવ્યા છે. IIT દિલ્હી ઝોનની કાવ્યા ચોપરાએ CRL 98 સાથે મહિલા વર્ગમાં ટોપ કર્યું છે. તેણે 360 માંથી 286 ગુણ મેળવ્યા છે. પેપર 1 અને 2 બંનેમાં JEE એડવાન્સ્ડ 2021 માં કુલ 1,41,699 ઉમેદવારો હાજર રહ્યા હતા. આમાંથી 41,862 ઉમેદવારો પાસ થયા છે.

JEE એડવાન્સ્ડ 2021 પરિણામ : ટોપર્સની યાદી અને જવાબો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર ઉપલબ્ધ છે. પ્રશ્નપત્ર અને આન્સર કી જોવા માટે, આ લિંકની મુલાકાત લો jeeadv.ac.in/paper2021.php. આ સાથે JEE એડવાન્સ્ડ 2021 નું પરિણામ જોવા માટે આ લિંક result.jeeadv.ac.in પર ક્લિક કરો.

દેશના તમામ IIT માં B.Tech અને અંડરગ્રેજ્યુએટ (UG) એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે JEE Advanced પરીક્ષા 3 ઓક્ટોબર, 2021 ના​રોજ લેવામાં આવી હતી. આ અગાઉ આ પરીક્ષા મે 2021 માં યોજાવાની હતી, પરંતુ કોરોનાની સ્થિતિને જોતા તેને મુલતવી રાખવામાં આવી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ચાર સત્રોમાં JEE (મેઈન્સ) 2021 નું આયોજન કર્યું હતું.

English summary
jee advanced 2021 topper iit boy mridu agarwal scores highest know topper list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X