NTAએ જાહેર કર્યુ JEE મુખ્ય પરીક્ષાનુ પરિણામ, 44 છાત્રોને મળ્યા 100 પર્સેન્ટાઈલ
નવી દિલ્લીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ બુધવારે રાતે સંયુક્ત પ્રવેશ પરીક્ષા એટલે કે જેઈઈની મુખ્ય પરીક્ષાનુ પરિણામ જાહેર કરી દીધુ છે. આ વખતે જેઈઈની પરીક્ષામાં 44 છાત્રોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. અધિકૃત નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યુ છે કે કુલ 44 છાત્રોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે જ્યારે 18 છાત્રોએ પહેલો રેન્ક મેળવ્યો છે. કુલ 934602 છાત્રોએ પરીક્ષામાં ભાગ લીધો હતો. એનટીએએ પરીક્ષાના પરિણામને પોતાની અધિકૃત વેબસાઈટ પર જાહેરલ કર્યુ છે.
કેવી રીતે જોશો પરિણામ
છાત્રો જેઈઈની અધિકૃત વેબસાઈટ પર પોતાનુ પરિણામ જોઈ શકે છે. પરિણામ જોવા માટે છાત્રોએ પોતાનુ એક્ઝામિનેશન સેશન, એપ્લિકશન નંબર, જન્મતિથિ અને સિક્યોરિટી પિન નોંધવાનો રહેશે. ત્યારબાદ છાત્રો પોતાનુ પરિણામ ડાઉનલોડ કરી શકે છે અને આગળની જરુરત માટે તેને પ્રિન્ટ કરાવી શકે છે.
18 છાત્રોએ મેળવ્યો પહેલો રેન્ક
આ પરીક્ષામાં કર્ણાટકના ગૌરબ દાસે પહેલો રેન્ક મેળવ્યો છે. આ ઉપરાંત બિહારના વૈભવ, વિશાલ, આંધ્ર પ્રદેશના ડીવવી પનીશ, રાજસ્થાનના સિદ્ધાંત મુખર્જી, દિલ્લીના રુચિર બંસલ, યુપીના અમૈયા સિંઘરલ, રાજસ્થાના મૃદુલ અગ્રવાલ, તેલંગાનાના કોમા શરણ્યા તેમજ જેવી આદિત્યા, મહારાષ્ટ્રના અથર્વ અભિજીત તંબટ, દિલ્લીની કાવ્યા ચોપજા, આંધ્ર પ્રદેશના પસાલા વીરા, કંચનપલ્લી રાહુલ, કર્ણમ લોકેશ, પંજાબના પુલકિત ગોયલ, યુપીના પાલ અગ્રવાલ, ચંદીગઢના ગુરમ્રીત સિંહ, રાજસ્થાનના અંશુલ વર્માએ પહેલો રેન્ક મેળવ્યો છે.
મુખ્ય પરીક્ષાથી સરકારી કૉલેજ, એનઆઈટી, આઈઆઈટીમાં પ્રવેશ
જેઈઈની મુખ્ય પરીક્ષામાં બે પ્રશ્નપત્ર હોય છે. પહેલુ પેપર એ છાત્રો માટે હોય છે જે બીઈ, બીટેકની ડિગ્રી મેળવવા માટે એનઆઈટી, આઈઆઈટી, સરકારી કૉલેજ, સહાયતા પ્રાપ્ત કૉલેજ યુનિવર્સિટીમાં પ્રવેશ ઈચ્છે છે. જ્યારે બીજુ પેપર જેઈઈ એડવાન્સ હોય છે જેના દ્વારા આઈઆઈટીમાં પ્રવેશ મળે છે. આ વખતે આઈઆઈટીની મુખ્ય પરીક્ષામાં મુન્નાભાઈ સામે આવ્યા બાદ ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ 3 સપ્ટેમ્બરે આ મામલે સાત લોકોની ધરપકડ કરી હતી.
3 ઓક્ટોબરે એડવાન્સ પરીક્ષા
જેઈઈ એડવાન્સ પરીક્ષા 3 ઓક્ટોબરે આયોજિત કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 27 જુલાઈએ આની જાહેરાત કરી હતી. આ પેપર દ્વારા છાત્રો બીટેક અને સ્નાતકની ડિગ્રી માટે દેશના આઈઆઈટીમાં પ્રવેશ મેળવી શકે છે. આ પહેલા બે વાર આ પરીક્ષાને કોરોના માટે ટાળવામાં આવી ચૂકી છે. પરિણામ સાથે જે છાત્રોએ ટૉપ કર્યુ છે તેમના નામ પણ શિક્ષણ વિભાગ તરફથી જાહેર કરવામાં આવશે.