Job in AirForce: અહીં યોજાશે ભારતીય વાયુ સેનાની ભરતી રેલી
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ કેટલાય રાજ્યોમાં ભરતી રેલીને લઈ જાહેરાત બહાર પાડી છે. આ ભરતી એરમેન ગ્રુપ એક્સ અને ગ્રુપ વાઈના પદ પર થશે. જેના માટે ભરતી રેલીનું આયોજન દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, તમિલનાડુ, પોંડિચેરી અને અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં થશે. તમામ સ્થાનો પર 10 ડિસેમ્બરથી લઈ 19 ડિસેમ્બર 2020 સુધી ભરતી રેલીનું આયોજન અલગ અલગ જગ્યાએ થશે. જાહેરાતમાં કહેવામાં આવ્યું કે ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો રેલીમાં ભાગ લેવા માટે સત્તાવાર વેબસાઈટ airmenselection.cdac.in પર જઈ શકે છે.
વેબસાઈટ પર જઈ ઉમેદવારોએ પ્રી રજિસ્ટ્રેશન કરવું પડશે. આના માટે સીએએસબી પોર્ટલ એપ્લીકેશન વિંડો 27 નવેમ્બરની સવારે 11 વાગ્યે ખુલી જશે. ઉમેદવાર 28 નવેમ્બરની સાંજે પાંચ વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરી શકે છે. શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો સૌથી જરૂરી છે કે ઉમેદવાર સંબંધિત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના નિવાસી હોવા જોઈએ. આ પદો પર પુરુષો જ અરજી કરી શકે છે. આયુસીમાની વાત કરીએ તો ઉમેદવારનો જન્મ 17 જાન્યુઆરી 2000થી 30 ડિસેમ્બર 2003 વચ્ચે થયો હોવો જોઈએ.
Canara Bank Recruitment: એસઓના પદની ભરતી માટેની જાહેરાત
એરમેન ગ્રુપ એક્સના પદ પર અરજી કરતા ઉમેદવાર 12મું પાસ હોવા જોઈએ. તેમના ન્યૂનતમ 50 ટકા અંક હોવા જોઈએ. સાથે જ વિષય તરીકે ગણિત, ભૌતિક વિજ્ઞાન અને અંગ્રેજી ભણ્યા હોવા જોઈએ. આની સાથે જ અંગ્રેજી વિષયમાં 50 માર્ક હોવા જરૂરી છે. સાથે જ પૉલિટેક્નિક સંસ્થાનથી વિવિધ એન્જીનિયરિંગ ટ્રેડ્સમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કરતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. એરમેન ગ્રુપ વાઈના પદ પર અરજી કરતા ઉમેદવાર 12મી પાસ હોવા જોઈએ. તેમના ન્યૂનતમ અંક 50 હોવા જોઈએ. સાથે જ વિષય તરીકે જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને અંગ્રેજી ભણેલા હોવા જોઈએ.
વાયુસેના ભરતી રેલી 2020ની ઑફિશિયલ જાહેરાત માટે અહીં ક્લિક કરો.વિવિધ ટ્રેડ સાથે જોડાયેલી જાણકારી માટે અહીં ક્લિક કરો.