Job In Maharashtra Metro: મહારાષ્ટ્ર મેટ્રોમાં જૂનિયર એન્જીનિયર સહિત 86 પદ પર ભરતી
Job In Maharashtra Metro: મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે કેટલાય પદ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી સ્ટેશન કંટ્રોલર, ટ્રેન ઓપરેટર, ટ્રેન કંટ્રોલર, સેક્શન એન્જીનિયર સહિત 86 પદ ભરવામાં આવશે. આ પદો પર ભરતી પ્રક્રિયા ચાલુ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની સત્તાવાર વેબસાઈટ પર જઈ અરજી કરી શકે છે.
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલાં એકવાર સત્તાવાર જાહેરાત ધ્યાનથી વાંચી લેવી. જેમાં તમાને જરૂરી શૈક્ષણિક યોગ્યતા અને આયુસીમા સહિત બાકી બધી જ જાણકારી વિસ્તૃત રૂપે મળી જશે. આની સાથે જ ઉમેદવાર અરજી ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ ના રહી જાય તેનું ધ્યાન રાખે. જો તેમાં કોઈ ભૂલ રહી ગઈ તો અરજી રદ્દ કરવામાં આવી શકે છે.
જરૂરી તારીખો
- ઑનલાઈન અરજી શરૂ થવાની તારીખ- 14 ડિસેમ્બર 2020
- ઑનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ- 21 જાન્યુઆરી 2021
પદનું વિવરણ
- સેક્શન એન્જીનિયર ઈલેક્ટ્રિકલ- 04 પદ
- સેક્શન એન્જીનિયર આઈટ- 01 પદ
- સેક્શન એન્જીનિયર ઈલેક્ટ્રોનિક્સ- 05 પદ
- સેક્શન એન્જીનિયર મિકેનિકલ- 01 પદ
- જૂનિયર એન્જીનિયર ઈલેક્ટ્રોનિક- 08 પદ
- જૂનિયર એન્જીનિયર ઈલેક્ટ્રિકલ- 03
- જૂનિયર એન્જીનિયર મિકેનિકલ- 06 પદ
- જૂનિયર એન્જીનિયર સિવિલ- 02 પદ
શૈક્ષણિક યોગ્યતા
જે ઉમેદવારો સ્ટેશન કંટ્રોલર અને ટ્રેન ઓપરેટરના પદો પર અરજી કરવા માંગે છે, તેમણે માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી ઈલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક, મિકેનિકલ બ્રાંચથી એન્જીનિયરિંગમાં ડિપ્લોમા હોવા જોઈએ. સેક્શન એન્જીનિયરના પદ માટે કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી બીઈ અથવા બીટેકની ડિગ્રી હોવી જોઈએ. સેક્શન એન્જીનિયરના પદ પર અરજી કરવા માટે બીઈ કે બીટેકની ડિગ્રી હોવી જોઈએ. જૂનિયર એન્જીનિયર ઈલેક્ટ્રિકલના પદ પર અરજી કરવા માટે સંબંધિત ફીલ્ડમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ. જૂનિયર એન્જીનિયર ઈલેક્ટ્રોનિક્સના પદ પર અરજી કરવા માટે ઉમેદવાર પાસે ત્રણ વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ.
Indian Coast Guard recruitment 2021: 10મુ-12મુ પાસ માટે બંપર ભરતી, જાણો વિગત