RBI Jobs 2021: ગ્રેડ B ઑફિસર્કસ માટે રિઝર્વ બેંકમા નોકરી નિકળી
બેંકિંગ સેક્ટરમાં જૉબની તલાશ કરી રહેલા લોકો માટે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ સોનેરી મોકો આપ્યો છે. જણાવી દઈએ કે ભારતીય બેંકે એક જાહેરાતમાં ઑફિસર્સ ગ્રેડ બીની ભરતી માટે શોર્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે. જેની વિસ્તૃત જાણકારી સત્તાવાર વેબસાઈટ rbi.org.in પર 28 જાન્યુઆરીએ જાહેર કરાશે. 28 જાન્યુઆરીથી જ ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકશે. અરજીની અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી 2021 રહેશે.
આ પરીક્ષા સંપૂર્ણપમે કમ્પ્યૂટર આધારિત હશે. જે બે તબક્કામાં લેવાશે, જેમાં બીજો રાઉન્ડ ઈન્ટર્વ્યૂ હશે. સમાચાર પત્રમાં છપાયેલ આ શોર્ટ જાહેરાતમાં કુલ 322 પોસ્ટ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. ઑફિશિયલ વેબસાઈટ પર ડિટેલ નોટિફિકેશન જાહેર થયા બાદ ઉમેદવાર શૈક્ષણિક યોગ્યતા, આયુ સીમા, પસંદગી પ્રક્રિયા, આરક્ષણ અને સંબંધિત અન્ય પાત્ર્તા સહિત અરજી સંબંધિત પૂરી જાણકારી પ્રાપ્ત કરી શકશે.
પહેલા તબક્કાની એક્ઝામ વૈકલ્પિક હશે. જેમાં જનરલ અવેરનેસ, ઈંગ્લિશ લેંગ્વેજ, માત્રાત્મક યોગ્યતા અને રીજનિંગ આધારિત પ્રશ્નો આવશે.
બીજા તબક્કાની પરીક્ષામાં 2 પેપર હોય છે. પેપર 1 અંગ્રેજી લેખન કૌશલ્ય હશે. પેપર 2માં આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર એમસીક્યૂ આધારિત પ્રશ્નો સામેલ હશે અને પેપર 3 વૈકલ્પિક વિષયોથી એમસીક્યૂ આધારિત પ્રશ્નો લેવામાં આવશે.