• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જૂનિયર એન્જીનિયરના 200થી વધુ પદ પર ભરતી નિકળી, જાણો ડિટેલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડે જૂનિયર એન્જીનિયરના પદો પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર યૂપીપીસીએલની સત્તાવાર વેબસાઈટ upenergy.in પર જઈ અરજી કરી શકે છે. આ પદો પર અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર છે. એટલે કે આ તારીખ બાદ કોઈપણ ઉમેદવાર અરજી નહિ કરી શકે. આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી કુલ 212 પદ ભરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોએ ઈમેલ આઈડી અને ફોન નંબરની જરૂરત પડશે.

પદોનું વિવરણ

  • જેઈ (ઈલેક્રિટકલ)- 191 પદ
  • જેઈ (ઈલેક્ટ્રોનિક્સ/ ટેલીકોમ્યૂનિકેશંસ)- 21 પદ

શૈક્ષણિક યોગ્યતા

ઉમેદવારો પાસે જેઈ (ઈલેક્ટ્રિકલ) અને જેઈ (ઈલેક્ટ્રોનિક્સ/ ટેલીકોમ્યૂનિકેશંસ) બંને પદો પર અરજી કરવા માટે સંબંધિત ટ્રેડમાં ત્રણ રવ્ષનો ડિપ્લોમા હોવો જોઈએ. ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી વધુ અને 40 વર્ષથી ઓછી ઉંમર હોવી જોઈએ. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ જાહેરાત જોઈ લેવી, જે આ આર્ટિકલની નીચે જ આપવામાં આવેલી છે.

Gold-Silver Rate: ઓલ ટાઈમ હાઈથી 7000 રૂપિયા સસ્તું થયું સોનું, જાણો ચાંદીના હાલGold-Silver Rate: ઓલ ટાઈમ હાઈથી 7000 રૂપિયા સસ્તું થયું સોનું, જાણો ચાંદીના હાલ

પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયામાં માત્ર કોમ્પ્યૂટર આધારિત પરીક્ષા સામેલ છે. કોમ્પ્યૂટર આધારિત પરીક્ષા વારાણસી, ગોરખપુર, કાનપુર, બરેલી, લખનઉ ગાઝિયાબાદ, નોઈડા/ ગ્રેટર નોઈડા અને મેરઠમાં આયોજિત કરવામાં આવશે. પરીક્ષા કુલ 200 અંકની હશે. જે પૂરી કરવા માટે 3 કલાકનો સમય મળશે. અરજી કરવા માટે અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ વર્ગના ઉમેદવારોએ 700 રૂપિયા પરીક્ષા ફી ચૂકવવી પડશે. જ્યારે અનારક્ષિત વર્ગના ઉમેદવારોએ 1000 રૂપિયા અરજી ફી ચૂકવવી પડશે.

સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરોસત્તાવાર જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો

English summary
More than 200 posts of Junior Engineer have been recruited, find out the details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X