NEETની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર, સિલેબસમાં કોઈ બદલાવ નહિ થાય
NEETની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે હવે વર્ષમાં બે વાર નીટની પરીક્ષા યોજવાની મંજૂરી આપી દીધી છે.
જો કે એમબીબીએસ, બીડીએસ, આયુષ અને અન્ય ચિકિત્સા પાઠ્યક્રમોમાં પ્રવેશ માટે કાર્યક્રમની ઘોષણા કરવી હજી બાકી છે. મંત્રાલયના એક અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે વિશાષ સંખ્યામાં એવા વિદ્યાર્થીઓ છે જેઓ ઓનલાઈન માધ્યમમાં રાષ્ટ્રીય ચિકિત્સા અને દંત પ્રવેશ પરીક્ષા માટે ઉપસ્થિત થવા તૈયાર નથી. માટે 2021-22 સત્ર માટે વર્ષમાં બે વાર નીટની પરીક્ષા આયોજિત કરવા પર સહમતી બની છે.
તેમણે કહ્યું કે હવે વિદ્યાર્થીઓ વર્ષભરમાં થનાર બંને સત્રમાં પરીક્ષા આપી બંનેમાંથી એકમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના આધારે સારો રેંક હાંસલ કરી શકે છે. જેનું ફોર્મેટ પાછલા વર્ષે જેઈઈ મેન માટે લાગૂ કરાયેલ પ્રારૂપ જેવું જ છે. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીના એક અધિકારીએ કહ્યું કે વર્ષમાં બે વાર નીટની પરીક્ષા આયોજિત કરવાથી અભ્યાર્થિઓ પર બોજો ઓછો પડશે અને તેઓ સારું પ્રદર્શન કરી શકશે. અગાઉ શિક્ષણ અને સ્વાસ્થ્ય મંત્રાલયે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીના અધિકારીઓ સાથે નીટની પરીક્ષાને લઈ બેઠક કરી હતી જેમાં ચર્ચા કરાઈ હતી કે વર્ષ 2021ની નીટની પરીક્ષા ઓનલાઈન માધ્યમથી બે વાર આયોજિત કરવી જોઈએ કે નહિ. જ્યારે શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે એક લાઈવ વાતચીતમાં કહ્યું હતું કે શિક્ષણ મંત્રાલય એક વર્ષમાં એકથી વધુ વખત NEET 2021ની પરીક્ષા આયોજિત કરવા પર વિચાર કરી રહ્યું છે.