NEET UG 2021: વર્ષમાં એકવાર જ લેવાશે નીટ 2021ની પરીક્ષા
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે નીટ પરીક્ષાને લઈ મહત્વની જાણકારી આપી છે. જાણકારી આપતા તેમણે કહ્યું કે નીટ 2021ની પરીક્ષા વર્ષમાં એકવાર જ લેવાશે. રમેશ પોખરિયાલ નિશંકે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે 2021માં નીટની પરીક્ષા માતેર એકવાર એનટીએ દ્વારા સંચાલિત કરાશે. એનટીએમાં સૂચિત કરાયું છે કે તેમને આ વિશે કોઈ સર્ક્યુલર નથી મળ્યું. હકીકતમાં કેટલાય દિવસોથી નીટની પરીક્ષા વર્ષમાં 2 વખત યોજાશે તેવી અફવા ઉડી રહી હતી. હકીકત એ છે કે શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની જેઈઈ મેન્સ વર્ષમાં 4 વખત આયોજિત કરવાની ઘોષણા બાદ નીટની પરીક્ષાને લઈ આવી અટકળો લગાવવામાં આવી રહી હતી. જો કે હવે શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કહી દીધું કે સરકારની આવી કોઈ યોજના નથી. મેડિકલ કોર્સમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા વર્ષમાં એકવાર જ યોજાશે.
શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે નીટ 2021ની પરીક્ષા એકવાર જ આયોજિત કરાશે. કોરોનાને લઈ ડરવાની કોઈ વાત નથી. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પરામર્શથી શિક્ષણ મંત્રાલય અંતર્ગત નીટની પરીક્ષા આયોજિત કરાવાય છે.
નીટ 2021 માટે એપ્લીકેશન ફોર્મ ક્યારે જાહેર થશે?
નેશનલ ટેસ્ટિંગ એજન્સી નીટ યૂજી પરીક્ષા 2021નું આયોજન ઓગસ્ટ 2021થી થશે. એનટીએની સત્તાવાર વેબસાઈટ nta.ac.in પર 12 માર્ચે આ નોટિસ આપવામાં આવી હતી. નીટ 2021 માટે એપ્લીકેશન ફોર્મ પણ જલદી જ જાહેર કરી દેવાશે. જો કે આ ક્યારથી જાહેર કરાશે તેને લઈ કોઈ સત્તાવાર સૂચના મળી નથી. એપ્લીકેશન ફોર્મ વેબસાઈટ nta.ac.in પર જાહેર કરાશે. આ વેબસાઈટ પર એપ્લીકેશન ફોર્મ ઓનલાઈન અપ્લાઈ કરવાના રહેશે.
નીટ 2021 માટે આવી રીતે એપ્લીકેશન ફોર્મ ભરો
- સૌથી પહેલાં સત્તાવાર વેબસાઈટ ntaneet.nic.in પર જાઓ.
- રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
- જે બાદ માંગવામાં આવેલી જરૂરી ડિટેલ્સ ફિલઅપ કરો અને લૉગઈન ક્રેડેન્શિયલ જનરેટ કરો
- જે બાદ તમને નીટ 2021 એપ્લીકેશન ફોર્મ ભરવા માટે લૉગઈન કરવાનો ઓપ્શન આવશે તે લૉગઈન કરો.
- માંગેલી જરૂરી ડિટેલ્સને એપ્લિકેશન ફોર્મમાં ભરો, અરજી ફીની ચૂકવણી કર્યા બાદ ફોર્મ સબમિટ કરો.