For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SSC CGLની નોટિફિકેશન જાહેર, કેટલાય પદો પર થશે ભરતી

SSC CGLની નોટિફિકેશન જાહેર, કેટલાય પદો પર થશે ભરતી

|
Google Oneindia Gujarati News

કર્મચારી પસંદગી મંડળના કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલની પરીક્ષાનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષાનું આયોજન 25 મેથી 7 જૂન 2021 સુધી થશે. ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 29 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે અને તેની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2021 છે. એટલે કે આ તારીખ બાદ કોઈ અરજી ના કરી શકે. આ પરીક્ષાનું આયોજન ચાર ટાયરમાં થશે, જેમાંથી પહેલા બે કોમ્પ્યૂટર આધારિત છે, ત્રીજું પેન અને પેપરથી થશે અને ચોથું કોમ્પ્યૂટર ટેસ્ટ છે.

job

આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી 32 પદ ભરવામાં આવશે, જેમાં આસિસ્ટન્ટ અકાઉન્ટ ઑફિસર, સબ ઈન્સપેક્ટર, આસિસ્ટન્ટ ઑડિટ અધિકારી, ટેક્સ આસિસ્ટન્ટ, અપર ડિવિઝન ક્લાર્ક સામેલ છે. પદો પર અરજી કરવાની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ છે અને મહત્તમ ઉંમર 32 વર્ષ છે. પદોના હિસાબે પે સ્કેલ અલગ અલગ છે અને આ માત્ર 4થી 8 સુધી હશે.

શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો આસિસ્ટન્ટ અકાઉન્ટ અધિકારી/ આસિસ્ટન્ટ ઑડિટ ઑફિસરના પદ માટે કોઈપણ બેચલર ડિગ્રી વાળા ઉમેદવાર અરજી કરી શકે છે. જે ઉમેદવારોએ સ્પેશિયલાઈઝેશન કર્યું છે, જેવા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરી, માસ્ટર્સ ઈન કોમર્સ/ બિઝનેસ સ્ટડીઝ, એમબીએ અથવા માસ્ટર્સ ઈન બિઝનેસ કરેલા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. જ્યારે જૂનિયર સ્ટેટિસ્ટિકલ ઑફિસરના પદ પર કોઈપણ બેચલર ડિગ્રી વાળો ઉમેદવાર અરજી કરી શકે છે. આ પદ પર અરજી કરવા માટે એચએસસી સ્તર પર ગણિતમાં ઓછામા ઓછા 60 ટકા અંક અથવા ડિગ્રી લેવલે સ્ટેટિસ્ટિક્સમાં વિષય તરીકે બેચરલ ડિગ્રી હોવી જોઈએ. અન્ય પદો માટે બેચરલ ડિગ્રી વાળા ઉમેદવારો અરજી કરી શકે છે.

64 વર્ષના રિટાયર્ડ બેંકરે NEET પરીક્ષા ક્લિયર કરી, સોશિયલ મીડિયા પર લોકોએ ખુબ પ્રશંસા કરી64 વર્ષના રિટાયર્ડ બેંકરે NEET પરીક્ષા ક્લિયર કરી, સોશિયલ મીડિયા પર લોકોએ ખુબ પ્રશંસા કરી

જરૂરી તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ- 29 ડિસેમ્બર 2020
  • ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ- 31 જાન્યુઆરી 2021,
  • ઓનલાઈન અરજી ફી જમા કરવાની અંતિમ તારીખ 2 ફેબ્રુઆરી 2021
  • ઓનલાઈન ચલાન જનરેટ કરવાની અંતિમ તારીખ- 4 ફેબ્રુઆરી 2021
  • ચલાન દ્વારા ચૂકવણી કરવાની અંતિમ તારીખ- 6 ફેબ્રુઆરી 2021
  • ટાયર 1 કોમ્પ્યૂટર આધારિત પરીક્ષાની તારીખ- 29 મે 2021થી 7 જૂન 2021
  • સત્તાવાર જાહેરાત વાંચવા માટે અથવા અપ્લાય કરવા માટે ઉમેદવાર ssc.nic.in પર જઈ શકે છે.
English summary
Notification of SSC CGL announced, recruitment will be done for several posts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X