NTAએ NEET UG પરીક્ષા 2022નુ પરિણામ કર્યુ જાહેર, રાજસ્થાનની તનિષ્કાએ કર્યુ ટૉપ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTAએ NEET UG પરીક્ષા 2022નુ પરિણામ જાહેર કર્યુ છે.

નવી દિલ્લીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTAએ NEET UG પરીક્ષા 2022નુ પરિણામ જાહેર કર્યુ છે. બુધવારે મોડી રાત્રે 11 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે NEET UG પરીક્ષા 17મી જુલાઈ 2022ના રોજ યોજાઈ હતી. દેશભરમાં 18 લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા દેશભરના અલગ-અલગ કેન્દ્રો પર લેવામાં આવી હતી. પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

neet

આ રીતે ચેક થશે રિઝલ્ટ

જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ NTAની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને તેમનુ પરિણામ જોઈ શકે છે. NEETનુ પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. હોમ પેજ પર Latest Announcement પર ક્લિક કરો અને પછી 'NEET 2022 Result' પર ક્લિક કરો. આ પછી ખુલતી વિન્ડોમાં તમારા ક્રીડેન્શિયલ દાખલ કરો અને પછી પરિણામ ફાઇલ ડાઉનલોડ થશે.

રાજસ્થાનની તનિષ્કા રહી ટૉપર

NEET UG 2022ના પરિણામમાં કુલ 4 વિદ્યાર્થીઓએ આ વખતે ઓલ ઈન્ડિયા રેન્ક 1 મેળવ્યો છે. તેમાં 2 છોકરા અને 2 છોકરીઓ છે. રાજસ્થાનની તનિષ્કા સૌથી વધુ ગુણ ધરાવે છે. તનિષ્કા ઉપરાંત દિલ્લીના વત્સ આશિષ બત્રા, કર્ણાટકના હૃષીકેશ નાગભૂષણ ગાંગુલી, કર્ણાટકના રુચા પાવશે અને તેલંગાણાના ઈરાબલી સિદ્ધાર્થ રાવે ટૉપ કર્યુ છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે કુલ 18.72 લાખ ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. NEET UG પરીક્ષા 17 જુલાઈના રોજ લેવામાં આવી હતી જેમાં 95 ટકાથી વધુ નોંધાયેલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ET UG ભારતના 497 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં 3,570 કેન્દ્રો પર હાથ ધરવામાં આવ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X