PSI ભરતીની પ્રિલિમનરી પરીક્ષા 6 માર્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં લેવાશે, કૉલ લેટર ટૂંક સમયમાં આવશે
અમદાવાદઃ ગુજરાતમાં 3 ડિસેમ્બરથી 15 કેન્દ્રો પર પોલિસ પીએસઆઈ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી પીએસઆઈની શારીરિક કસોટી લેવામાં આવી હતી. જેનુ પરિણામ જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવ્યુ હતુ. શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો હવે પ્રિલિમનરી પરીક્ષા આપશે જે આગામી 6 માર્ચના રોજ લેવામાં આવશે.
આઈપીએસ અધિકારી વિકાસ સહાયે ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, આગામી 6 માર્ચના રોજ પીએસઆઈની પ્રિલિમનરી પરીક્ષા લેવાશે. જે અમદાવાદ અને ગાંદીનગરમાં લેવામાં આવશે. દરેક પાસ થયેલા ઉમેદવારોએ પરીક્ષાની તારીખને ધ્યાને લેવી. પરીક્ષાના કૉલ લેટર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ઉલ્લેકનીય છે કે ગુજરાત પોલિસ પીએસઆઈ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી પોલિસ સબ ઈન્સ્પેક્ટરની શારીરિક કસોટીનુ પરિણામ ગયા જાન્યુઆરીમાં જાહેર થઈ ગયુ છે. આ ભરતીમાં લાખો ઉમેદવારોએ કસોટીમાં પાસ થવા માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેમાં 96 હજારથી વધુ ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી હતી. હવે આ ઉમેદવારોની પ્રિલિમનરી પરીક્ષા યોજાશે.
PSI Preliminary Examination on 6th March, 2022, shall be conducted in Ahmedabad/Gandhinagar. All candidates may please note. Call letters will be issued shortly. Best wishes.
— Vikas Sahay, IPS (@VikasSahayIPS) February 23, 2022