ગુજરાત જાહેર સેવા આયોગમાં વર્ગ 1 અને 2 માટે વિવિધ પદોમાં બંપર ભરતી
ગાંધીનગરઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત સરકારની સેવાઓ માટે વિવિધ પદો હેઠળ ભરતી કરવામાં આવી રહી છે. જે હેઠળ જાહેરાત બહાર બહાર પાડીને ઑનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ(GMDC), ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ(GWSSB) વિભાગ માટે 10 નવેમ્બર, 2020(13.00 કલાક)થી 1 ડિસેમ્બર,2020(13.00 કલાક) સુધીમાં અરજીકર્તાએ ઑનલાઈન કરવાની રહેશે.
આયોગના નોટિસ બોર્ડ પર અને આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અનેhttps://gpsc-ojas.gujarat.gov.in પરથી જાહેરાત અંગેની માહિતી જોઈ શકાય છે. જેમાં શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગારધોરણ, ઉંમરમાં છૂટ, અરજી ફી, ઑનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈએ તેમજ અન્ય વિગતો સમાવિષ્ટ છે. સંપૂર્ણ વિગતો જોયા બાદ ઉમેદવારે https://gpsc-ojas.gujarat.gov.in પર ઑનલાઈન અરજી કરવાની રહેશે. આ જાહેરાત આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની સરકારી મેડીકલ કોલેજો ખાતે વિવિધ વિષયોના સહપ્રાધ્યાપકો, સામાન્ય સેવા વર્ગ-1ની વિવિધ જગ્યાઓ, ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય મુખ્ય અધિકારી વર્ગ-2 તથા ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ(GMDC) માટે છે.
નોંધનીય છે કે ઉપરોક્ત જગ્યાઓમાં પસંદગી પામેલ ઉમેદવારો ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ(ગુજરાત સરકારનુ સાહસ), ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારી ગણાશે. તેઓ ગુજરાત સરકારના કર્મચારી ગણાશે નહિ. બધી જ જાહેરાતો માટે પસંદગી મેરીટના આધારે નક્કી કરવામાં આવશે. કોઈ ઈન્ટરવ્યુ લેવામાં આવશે નહિ. ઑનલાઈન અરજી માટે 1 ડિસેમ્બર, 2020ના રોજ 13.00 કલાક સુધી જ વેબસાઈટ ખુલ્લી રહેશે.
NVS Recruitment 2020: નવોદય વિદ્યાલયમાં PET, Art ટીચર સહિત કેટલાય પદો પર બંપર ભરતી