REET 2022નુ આજથી રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો એપ્લાય, 18 મેં સુધી કરી શકશો આવેદન
રાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (RBSE) આજે, 18 એપ્રિલ, 2022 થી રાજસ્થાન શિક્ષક પાત્રતા પરીક્ષા (REET) 2022 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો REETની સત્તાવાર વેબસાઇટ www.reetbser2022 દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. નોંધણી પ્રક્રિયા 18 મે, 2022 ના રોજ સમાપ્ત થશે. REET પરીક્ષા 23 અને 24મી જુલાઈ, 2022ના રોજ લેવામાં આવશે. પેપર 1 (લેવલ 2) માટે પરીક્ષાનો સમય સવારે 10.00 AM થી 12.30 PM સુધીનો છે, જ્યારે પેપર 2 (લેવલ 1) માટે પરીક્ષાનો સમય બપોરે 3.00 PM થી 5.30 PM સુધીનો છે.
REET 2022 એપ્લિકેશન ફી
જેઓ માત્ર એક જ પરીક્ષા આપવા માંગે છે તેઓએ 550 અરજી ફી ચૂકવવાની રહેશે જ્યારે પેપર 1 અને પેપર 2 બંનેમાં પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ 750 અરજી ફી ચૂકવવી પડશે. બોર્ડ પરીક્ષા બે સ્તરે યોજશે. પ્રથમ સ્તરની પરીક્ષા ધોરણ 1-5ના શિક્ષકો માટે હશે, જ્યારે બીજા સ્તરની પરીક્ષા વર્ગ 6-8ના શિક્ષકો માટે હશે.
આ રીતે કરો એપ્લાય
- RBSE ની સત્તાવાર વેબસાઇટ rajeduboard.rajasthan.gov.in પર જાઓ
- હોમ પેજ પર, REET 2022 લિંક પર ક્લિક કરો
- રજિસ્ટ્રેશન ફોર્મ ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- અરજી ફી ચૂકવો
- ભવિષ્યના માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.