SBIએ POની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું, જુઓ રિઝલ્ટ
પાછલા ઘણા સમયથી SBI POની પ્રાથમિક પરીક્ષાના પરિણામનો ઈંતેજાર થઈ રહ્યો હતો, જેને 18 જાન્યુઆરીએ ઘોષિત કરી દેવામાં આવ્યું છે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા તરફથી SBI PO Prelims 2021 Results ઘોષિત કરી દેવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો તેઓ બેંકની સત્તાવાર વેબસાઈટ પર જઈ રિઝલ્ટ જોઈ શકે છે. સાથે જ પ્રાથમિક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થી SBI PO Mains Admit Card 2020-21 ડાઉનલોડ કરી શકે છે.
SBI PO Prelims 2021માં ભાગ લેનાર વિદ્યાર્થીઓ બેંકની વેબસાઈટ પર જઈ રિઝલ્ટ જોઈ શકે છે. આના માટે વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર નાખી લૉગઈન કરવું પડશે. વિદ્યાર્થીઓએ રોલ નંબર સાથે જન્મતારીખ પણ નાખવી પડશે જે બાદ રિઝલ્ટ સામે આવી જશે. સફળ અભ્યાર્થિઓએ મુખ્ય પરીક્ષાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું પડશે જેને હજી જાહેર કરવામાં નથી આવ્યું. પ્રાથમિક પરીક્ષામાં સફળ થનાર વિદ્યાર્થીઓ ભવિષ્યની સુવિધા માટે રિઝલ્ટની હાર્ડ કોપી કાઢી લે.
ઉલ્લેખનીય છે કે એસબીઆઈએ પીઓની પ્રારંભિક પરીક્ષા દેશના અલગ અલગ સેન્ટર પર 4, 5 અને 6 જાન્યુઆરીએ આયોજિત કરી હતી. જે ઉમેદવારોને સફળતા મળી તેમણે મુખ્ય પરીક્ષામાં સામેલ થવું પડશે. જલદી જ મુખ્ય પરીક્ષા માટે બેંક તરફથી એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે, જેને બેંકની સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
બેંકનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો