
SBI એપરેંટિસ ભરતી પરીક્ષા 2021ના એડમિટ કાર્ડ જાહેર, આવી રીતે ડાઉનલોડ કરો
ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ મંગળવારે એપરેંટિસ પદો માટે ભરતી કાઢી છે, જેના માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. જે ઉમેદવારોએ બેંકોમાં ભરતી માટે એસબીઆઈ એપરેંટિસ ભરતી 2021 માટે અરજી કરી હતી, તેઓ એસબીઆઈની ઑફિશિયલ વેબસાઈટ પર જઈ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
વેબસાઈટ પર એડમિટ કાર્ડની લિંક 20 સપ્ટેમ્બર સુધી રહેશે. જે બાદ ઉમેદવાર એડમિટ કાર્ડ ડાઉનલોડ નહીં કરી શકે. જણાવી દઈએ કે એસબીઆઈ એપરેંટિસ ભરતી 2021ની પરીક્ષા 20 સપ્ટેમ્બરે જ આયોજિત કરાશે. આ પરીક્ષા ઓનલાઈન લેવાશે અને આ ઉપરાંત જે રાજ્ય માટે ઉમેદવારે અરજી કરી છે, તેને તે રાજ્યની ક્ષેત્રીય ભાષાની પણ પરીક્ષા આપવી પડશે. જે બાદ મેડિકલ પરીક્ષા લેવાશે. ત્યારે જઈ ઉમેદવાર શોર્ટલિસ્ટ થશે. પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને એક વર્ષ માટે હાયર કરવામાં આવસે અને દર મહિને 15000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
ભારતીની પૂરી ડિટેલ
એસબીઆઈની આ ભરતીના માધ્યમથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ સહિત કેટલાય રાજ્યોમાં ખાલી પડેલ એપરેંટિસના કુલ 6100 પદ પર ભરતી કરવામાં આવશે. જેમાં જનરલ શ્રેણી માટે 2577, EWS શ્રેણી માટે 604, ઓબીસી- 1375, એસસી- 977 અને એસટી માટે 567 પોસ્ટ રિઝર્વ છે.
કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો
- ઉમેદવારે સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in પર જવું.
- હોમ પેજ પર કરિયર લિંક પર ક્લિક કરો.
- જે બાદ Current Openings લિંક પર ક્લિક કરો.
- જે બાદ નવા પેજ પર Download Exam Call Letter નામના સેક્શનમાં Engagement of Apprentices under the apprentices act, 1961 લિંક પર ક્લિક કરવું.
- જે બાદ જે પેજ ખુલશે ત્યાં તમારી ડિટેલ નોંધીને તેને સબમિટ કરો. સ્ક્રીન પર તમારું એડમિટ કાર્ડ ખુલી જશે. તેને ડાઉનલોડ કરી લો.