SBI PO Admit Card 2021: એસબીઆઈ પીઓ પ્રીલિમ્સ પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
નવી દિલ્લીઃ ભારતીય સ્ટેટ બેંક(એસબીઆઈ)પીઓ પ્રારંભિક પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર કરી દેવામાં આવ્યા છે. જે અરજદારોએ પરીક્ષામાં બેસવાનુ છે તે એસબીઆઈની અધિકૃત વેબસાઈટ પર જઈને પરીક્ષા પ્રવેશ પત્ર ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડ 27 નવેમ્બર સુધી વેબસાઈટ પર હાજર રહેશે. આ પરીક્ષાનુ આયોજન 20 નવેમ્બર, 2021થી ઑફલાઈન મોડમાં કરવામાં આવશે. પરીક્ષા અંગેની વધુ માહિતી એસબીઆઈએ વેબસાઈટ પર આપેલી છે.
આ રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા એસબીઆઈની અધિકૃત વેબસાઈટ sbi.co.in પર જાવ. વેબસાઈટ પર આપેલ કરિયર ઑપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ ડાઉનલોડ કૉલ લેટર લિંક પર ક્લિક કરો. અહીં ક્લિક કરવા પર એક નવુ પેજ આવી જશે. ત્યારબાદ લૉગ ઈન માટે માંગવામાં આવેલા ક્રિડેન્શીયલનો ઉપયોગ કરીને લૉગ-ઈન કરો અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લો. ત્યારબાદ એડમિટ કાર્ડની પ્રિન્ટ આઉટ પણ કાઢી લો. પરીક્ષામાં અંગ્રેજી ભાષા, માત્રાત્મક યોગ્યતા અને તર્ક ક્ષમતાના કુલ 100 પ્રશ્ન પૂછવાામાં આવશે. પરીક્ષાનો સમય 1 કલાક 20 મિનિટનો હશે. આઈબીપીએસ પ્રારંભિક પરીક્ષામાં અરજદારોને મળેલા કુલ ગુણના આધારે મેરિટ યાદી જાહેર કરવામાં આવશે.
કોરોનાના કારણે નિયમોમાં છે ફેરફાર
કોરોનાના કારણે પરીક્ષામાં સોશિયલ ડિસ્ટંસીંગનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે. ઉમેદવારનો સમયનો સ્લૉટ આપવામાં આવશે અને તે મુજબ રિપોર્ટ કરવાનુ રહેશે. ઉમેદવારોને રિપોર્ટીંગ સમયથી ઓછામાં ઓછુ 15 મિનિટ પહેલા હાજર રહેવુ પડશે. આ પરીક્ષા બાદ પસંદગી પામનાર ઉમેદવારાોને ચાર એડવાંસ ઈંક્રીમેન્ટ સાથે 27,620 રુપિયાના બેઝિક પે પર વેતન આપવામાં આવશે. વેતન 23,700 રુપિયાથી 42,020 રૂપિયાના બ્રેકેટમાં હશે. પસંદગી પામનાર ઉમેદવાર ડીએ, એચઆરડી, સીસીએ અને અન્ય ભથ્થા માટે પાત્ર રહેશે.