64 વર્ષના રિટાયર્ડ બેંકરે NEET પરીક્ષા ક્લિયર કરી, સોશિયલ મીડિયા પર લોકોએ ખુબ પ્રશંસા કરી
તમે સાંભળ્યું જ હશે કે ઉંમર માત્ર એક નંબર છે. એવા કેટલાય અવસર પર જોવા મળ્યું જ્યારે વરિષ્ઠ નાગરિકો આવું કરી જાય છે, જેનાથી આખી દુનિયા દંગ રહી જાય છે. જેનાથી તેમની લગન અને કંઈક કરી દેખાડવાની હિમ્મતનો પતો લાગે છે, જેના પર ઉંમરનો કોઈ પ્રભાવ નથી પડતો. આવું જ કંઈક ઓરિસ્સામાં એક રિટાયર્ડ બેંકરે કરી દેખાડ્યું છે. તેમણે 64 વર્ષની ઉંમરે નીટની પરીક્ષા પાસ કરી અને એમબીબીએસ કોર્સમાં દાખલો પણ લીધો.
ઓરિસ્સાના રહેવાસી આ રિટાયર્ડ બેંકરનું નામ જય કિશોર પ્રધાન છે. તેઓ હવે બુરલાના વીર સુરેન્દ્ર સાઈ ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચમાં એમબીબીએસ ફર્સ્ટ યરના વિદ્યાર્થી છે. જે કોલેજમાં દાખલો મળ્યો છે, તે રાજ્યની પ્રમુખ મેડિકલ કોલેજમાંથી એક છે. પ્રધાન સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના પૂર્વ કર્મચારી છે, તેમનું બાળપણથી જ ડૉક્ટર બનવાનું સપનું રહ્યું છે. અગાઉ તેમણે 1970ના દશકામાં એમબીબીએસ કોર્સમાં દાખલા માટે પ્રવેશ પરીક્ષા આપી હતી પરંતુ તેઓ પાસ નહોતા થઈ શક્યા. પરંતુ આટલા વર્ષ સુધી બીજી ફિલ્ડમાં નોકરી કર્યા બાદ આખરે તેમણે પોતાના સપના તરફ ડગલું વધારી દીધું.
જય કિશોર પ્રધાનની જુડવા દીકરીઓએ તેમને નીટ પરીક્ષાનો અભ્યાસ કરવા માટે પ્રેરિત કર્યા હતા. જો કે દુર્ભાગ્યથી ગત મહિને તેમની એક દીકરીનું નિધન થઈ ગયું. હવે તેઓ પોતાની દીકરીની યાદમાં મેડિકલ અભ્યાસ કરશે. જણાવી દઈએ કે વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે જ્યાં સુધી નવો નિર્ણય પાસ ના થઈ જાય ત્યાં સુધી અધ્યયન માટે અધિકતમ આયુ સીમા હટાવી દીધી હતી. માટે આ ફેસલાએ તેમને એમબીબીએસનો અભ્યાસ કરવા માટે વધુ પ્રોત્સાહિત કર્યા.
UKSSSC Recruitment 2020: ગ્રેજ્યુએટ યુવાઓ માટે લેવલ 1 પદ પર નિકળી બંપર ભરતી