
સુરત: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો જુસ્સો વધાર્યો, કહ્યું- લાયકાત વગરનાઓને ભરતીમાં ઘુસવા
ગુજરાત પોલીસમાં બહાર પડેલી લોકરક્ષક દળ અને PSIની ભરતી માટે ઉમેદવારો શારીરિક અને લેખિત પરીક્ષાની આકરી તૈયારી કરી રહ્યા છે. 10 લાખથી પણ વધારે ઉમેદવારો આ બંને પરીક્ષા આપશે. સુરતના જાંગીપુરા વિસ્તારમાં પટેલ સમાજ દ્વારા PSI અને LRD ઉમેદવારોને ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પરીક્ષા માટે કમર કસી રહેલા આ તમામ ઉમેદવારોની મુલાકાત લઈને તેમને પ્રોત્સાહીત કર્યા હતા. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, તમે બધા લોકોની સેવા કરવામાં માટે પોતાની તૈયારી કરી રહ્યા છો, ચોક્કસ સફળ થશો, ભૂતકાળમાં જે પોલીસ કર્મચારીઓ જવાબદારીઓ નિભાવી છે એ જવાબદારી તમે લેવા જઈ રહ્યા છો.
ઉમેદવારો સાથેની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભરતીના જે નિયમ છે તેજ પ્રમાણે ગુજરાતની આવનારી સુરક્ષા તમારી હાથમાં છે. PSI અને LRDના ઉમેદવારોને ફ્રી ડાયટિંગ પણ આપવામાં આવે રહ્યું હોવાનું જોઈ હર્ષ સંઘવીએ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. છેલ્લા 58 દિવસથી ઉમેદવારોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એ એક જવાબદાર સમાજ જ કરી શકે છે.
ઉમેદવારોને સંબોધતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, 'રાજ્યની સુરક્ષા એ સરકારનું પ્રાથમિક ધ્યેય છે. પોલીસ ભરતી નિયમો પ્રમાણે અને પારદર્શક રીતે થશે. તેમણે રાજ્યના યુવાધનને ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરીને ગુજરાત પોલીસમાં ભરતી થવાના સપના છોડી દેવા અને સખ્ત મહેનત કરી લક્ષ્ય હાંસલ કરવા શીખ આપી હતી. કોઇપણ વ્યક્તિ ખોટી રીતે ગુજરાત પોલીસમાં સામેલ થઇ શકશે નહિ.