UPSC CSE 2020નુ પરિણામ થયુ જાહેર, બિહારના IIT પાસઆઉટ શુભમ કુમારે મેળવ્યો પહેલો રેંક
નવી દિલ્લીઃ યુપીએસસીની મેઈન્સ પરીક્ષા આપીને બેઠેલા ઉમેદવારોની આતુરતાનો અંત શુક્રવારે ખતમ થયો જ્યાં આયોગે UPSC CSE 2020નુ પરિણામ જાહેર કરી દીધુ. જેમાં બિહારના શુભમ કુમારે ટૉપ કર્યુ છે. તેણે આઈઆઈટી બૉમ્બેથી સિવિલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યુ હતુ. તે બાદ બીજુ સ્થાન જાગૃતિ અવસ્થીએ મેળવ્યુ. તે મહિલા ઉમેદવારોમાં પહેલા નંબરે છે. જાગૃતિએ ભોપાલથી ઈલેક્ટ્રીકલ ટ્રેડથી બીટેકની ડિગ્રી લીધી છે.
UPSC મુજબ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આયોજિત લેખિત પરીક્ષા અને વ્યક્તિત્વ પરીક્ષણના આધારે નિયુક્તિ માટે કુલ 761 ઉમેદવારોની ભલામણ કરવામાં આવી છે. આ દરમિયાન 151 ઉમેદવારોની ઉમેદવારી પ્રોવિઝનલ છે. આયોગ મુજબ જે ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો તે upsc.gov.in પર મેરિટ લિસ્ટ ચેક કરી શકે છે. ખાસ વાત તો એ છે કે આ વખતે બંને ટૉપરોએ એન્જિનિયરીંગ કરેલુ છે.
આયોગે જણાવ્યુ કે ટૉપ 25 ઉમેદવારોમાંથી 13 પુરુષ અને 12 મહિલાઓ છે. વળી, જે છાત્રોની નિયુક્તિની ભલામણ કરવામાં આવી છે જેમાં 7 અસ્થિ વિકલાંગ, 4 નેત્રહીન, 10 શ્રવણ બાધિત અને 4 બહુ વિકલાંગતાવાળા ઉમેદવાર શામેલ છે.
UPSC CSE Main 2020 Result: આ રીતે કરો ચેક
- અધિકૃત વેબસાઈટ upsc.gov.in પર જાવ.
- સિવિલ સેવા (મુખ્ય) પરીક્ષા, 2020 - અંતિમ પરિણામ પર ક્લિક કરો.
- સ્ક્રીન પર પસંદગી પામેલ ઉમેદવારોની સૂચિ સાથે એક પીડીએફ ફાઈલ દેખાશે.
- સીએસઈ મુખ્ય પરિણામ ડાઉનલોડ કરો.