UPSC NDA/NA Exam 2021: યૂપીએસસીએ પરીક્ષાના પ્રવેશ પત્ર જાહેર કર્યાં, આવી રીતે ડાઉનલોડ કરો
યૂનિયન પબ્લિક સર્વિસ કમિશને એનડીએ અને નેવલ એકેડમીની પરીક્ષા માટે પ્રવેશ પત્ર જાહેર કર્યાં છે. આ પરીક્ષા વર્ષમાં બે વખત એપ્રિલ અને નવેમ્બરમાં આયોજિત કરાય છે. પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓ પાસે પ્રવેશ પત્ર હોવો જરૂરી છે. પ્રવેશ પત્ર વિના તેને પરીક્ષામાં પ્રવેશ નહિ મળે. યૂપીએસસીએ 26 માર્ચ 2021ના રોજ પોતાની સત્તાવાર વેબસાઈટ પર આ પરીક્ષાઓ માટે પ્રવેશ પત્ર જાહેર કર્યાં છે, જે પરીક્ષાની નક્કી તારીખ સુધી ઉપયોગ માટે ઉપલબ્ધ રહેશે.
પરીક્ષાર્થી પોતાના રોલ નંબર અને રજિસ્ટ્રેશન નંબર નાખી પ્રવેશ પત્ર ડાઉનલોડ કરી શકે છે. ડાઉનલોડ કરવામાં જો કોઈ પરેશાની આવે તો ઉમેદવાર યૂપીએસસીની ઈમેલ આઈડી usnda-upsc@nic.in પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. આ ભરતી પરીક્ષા દ્વારા આર્મી, એરફોર્સ અને નેવીમાં વિવિધ પદો પર ભરતી કરવામાં આવશે.
યૂપીએસસીની વેબસાઈટથી પ્રાપ્ત જાણકારી મુજબ પરીક્ષાનું આયોજન 18 એપ્રિલ 2021ના રોજ કરાશે.
પ્રવેશ પત્ર આવી રીતે ડાઉનલોડ કરો
- સર્વપ્રથમ તમારે યૂપીએસસીની સત્તાવાર વેબસાઈટ www.upsc.gov.in પર જવું.
- એડમિટ કાર્ડ સેક્શન પર ક્લિક કરો અથવા What's New પર જાઓ.
- ઈ-એડમિટ કાર્ડ પર ક્લિક કરો
- જે બાદ click here બટન દબાવો
- તમારો રજિસ્ટ્રેશન નંબર/રોલ, જન્મતિથિ, ઈમેજ કોડ નોંધો અને સબમિટ બટન ક્લિક કરો.
- જે બાદ તમારો પ્રવેશ પત્ર સ્ક્રીન પર જોવા મળશે. જે બાદ ડાઉનલોડ પર ક્લિક કરો અને ભવિષ્યમાં ઉપયોગ માટે તમારો પ્રવેશ પત્ર સુરક્ષિત રાખી લો.