UPSC દ્વારા ESIC માં ડેપ્યુટી ડાયરેક્ટરના 151 પદ માટે ભરતી, જાણો સંપૂર્ણ વિગતો!
UPSC એ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) માં ડેપ્યુટી ડાયરેક્ટરના 151 પદ પર વેકેન્સી જાહેર કરી છે. ઉમેદવારો 2 સપ્ટેમ્બર 2021 સુધી યુપીએસસીની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકે છે.
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 2 સપ્ટેમ્બર 2021 છે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ 3 સપ્ટેમ્બર સુધી કાઢી લેવાની રહેશે. 151 જગ્યાઓની માહિતી આ મુજબ છે.
સામાન્ય ઉમેદવારો- 66
SC ઉમેદવારો- 23
ST ઉમેદવારો - 9
ઓબીસી- 38
EWS - 15
PwD ઉમેદવારો - 4
શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવારને સરકાર, જાહેર ક્ષેત્રના ઉપક્રમ, વહીવટ, હિસાબો અથવા માર્કેટિંગ, જાહેર સંબંધો, વીમા, આવક અથવા કર સંબંધિત બાબતોમાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ફીની વાત કરીએ તો SBI ની કોઈપણ શાખા અથવા SBI ની નેટ બેન્કિંગ સુવિધાનો ઉપયોગ કરીને અથવા વિઝા/માસ્ટર ક્રેડિટ/ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ઉમેદવારોએ માત્ર 25 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. SC/ ST/ PWBD/ મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી.
માહિતી અનુસાર, યુપીએસસી દ્વારા નાયબ નિયામકની જગ્યાઓ માટે ભરતી માટે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા માટે કોમ્પ્યુટર આધારિત ભરતી પરીક્ષા એટલે કે સીબીઆરટી હાથ ધરવામાં આવશે. જો કે, ઉમેદવારોને સીબીઆરટીની તારીખ વિશેની માહિતી પછીથી મળશે.