• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

...ને નારદજીની ઇજ્જત પડી ગઇ ખતરામાં...!!!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News
સોહમ ઠાકર, (પાલનપુર):નારદજી હાંફળા ફાંફળા આવી ને ક્ષીરસાગરમાં નિંદ્રામાં રહેલા ભગવાન વિષ્ણુ ને જગાડ્યા.

"બચાવો પ્રભુ બચાવો"
અરે નારદ!! શું થયું તમે તો પૃથ્વી પર ગયા તા ને..?
પ્રભુ હું ભરતખંડમાં ભ્રમણ કરવા ગયો હતો. નારદજી બોલ્યા,
હા તો એમાં આટલા બધા બરાડા કેમ પાડો છો?

અરે શું વાત કરું પ્રભુ! જેવો હું પૃથ્વી પર પ્રગટ થયો કે ચાર ડાઘીયા કુતરા આવી ને મારી ધોતી ફાડી નાંખી અને ત્યાંથી અંતરધ્યાન થઇ ને સ્ત્રી વેશે ભરતખંડે પ્રગટ થયો તો ચાર પાંચ માનવો મને ઘેરી લઇ ને મારા વસ્ત્રો ફાડવા લાગ્યા. મેં ઘણી આજીજી કરી પ્રભુ પણ તે એક ના બે ના થયા...છેવટે મારે ઇજ્જ્ત બચાવી ત્યાંથી ભાગવુ પડ્યું.

ભગવાન ખડખડાટ હસી ને બોલ્યા કે નારદ એમા કાંઇ નવું નથી આ મોહીની રૂપ જ્યારે મેં લીધું હતું ત્યારે મને ખબર પડી ગઇ હતી કે ખરેખર સ્ત્રી બનવું એ સહેલું નથી. ત્યાં તો એક જ રાક્ષસ મારી પાછળ પડ્યો તો. પણ અહીંયા તો મારે બચવું મુશ્કેલ પડી જાય નારદ અરે હમણાંની વાત કરું તો થોડા દિવસ પહેલાં મને પણ તારા જેવો શોખ થઇ ગયો હતો ને સ્ત્રી વેશે હુ ભ્રમણ કરવા નિકળ્યો હતો પણ જ્યાં હુ ચાર કદમ ચાલ્યો કે ચાર બેવડા મારી પાછળ પડી ગ્યા..અને હું માંડ ત્યાં થી ભાગ્યો.

"અરે પ્રભુ પણ તમે તો સર્વ શક્તિમાન છો તમારે પણ ભાગવું પડ્યું."?નારદે આશ્ચર્ય થી પુછ્યું.

અરે નારદ આ અયોધ્યા મામલે આ મ્રુત્યુંલોક વાળા ઓ એ મને છેલ્લાં કેટલાય વર્ષથી હેરાન પરેશાન કરી નાંખ્યો છે મને હજુ સુધી ખબર નથી કે મારે ક્યાં બેસવું. આ એક કેસનો નિવેડો હજી આવ્યો નથી નથી ને વળી ક્યાં બીજા કેસમાં હું ફસાવું એમ વિચારી ત્યાંથી હુ ભાગી છુટ્યો, પણ નારદ હવે ત્યાં જતાં સાત વખત વિચાર કરજે. હવે ત્યાં દાનવોનું રાજ ચાલે છે ફરક એટલો જ છે કે હવે ના દાનવો ને માથામાં શિંગડા અને મોઢામાં લાંબા દાંત નથી હોતા. માનવ અને દાનવમાં ઝાઝો ફરક નથી લાગતો.

પણ પ્રભુ તમે હિંમત હારશો તો કેમ ચાલશે. તમે તો રાવણ જેવા રાક્ષસ ને પરાસ્ત કર્યો હતો..!!

તારી વાત સાચી છે નારદ પણ હવે તો ગલીએ ગલીએ રાવણ થઇ ગયા છે હું એટલા બધા હનુમાન ક્યાંથી લાવુ. અને હા હવેના રાવણ પહેલાના રાવણ જેવા પ્રામાણીક પણ નથી. એટલે હું મારી સીતા ને જોખમમાં નાંખવા માંગતો નથી.. બાકી તો બધુ મહાદેવ જી જાણે. "ચાલ સુવા દે મને દુનિયાનુ જે થવુ હોય તે થાય....."

English summary
One day Naradji go to God Vishnu and ask him to save.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X