gujarati jokes: ટીચરે લાલાના બાપાને કહ્યું- આ ક્યાંય નહિ હાલે
એક નાનકડાં ગામમાં લાલા નામનો એક છોકરો રહેતો હતો...
તેની સ્કૂલના બાળકો તેને હંમેશા ઉલ્લૂ બોલીને ખીજવતા હતા...
અને તેની ટીચર પણ તેની બેવકુફીઓને કારણે હંમેશા પરેશાન રહેતી હતી.
એક દિવસ લાલાનું રિઝલ્ટ જાણવા માટે તેના પિતા સ્કૂલે ગગયા અને ટીચરને લાલા વિશે પૂછ્યું.
ટીચરે કહ્યું કે- "પોતાના 25 વર્ષના જીવનકાળમાં તેમણે આવો બેવકૂફ જોયો છે, લાલો જિંદગીમાં કંઈ નહિ કરી શકે."
આ સાંભળી લાલાના પિતા બહુ દુખી થઈ ગયા અને શરમના માર્યા તેઓ ગામ છોડીને નજીકના એક શહેરમાં રહેવા માટે ચાલ્યા ગયા...
20 વર્ષ બાદ જ્યારે ટીચરને હ્રદયની બીમારી થઈ તો બધાએ તેમને શહેરના એક ડૉક્ટરનું નામ સૂચવ્યું જેઓ ઓપન હાર્ટ સર્જરી કરવામાં માહેર હતા...
ટીચરે શહેર જઈ આ ડૉક્ટર પાસે સર્જરી કરાવી અને ઑપરેશન સફળ રહ્યું...
જ્યારે ટીચર ભાનમાં આવ્યાં તો તેમણે પોતાના બેડ પાસે એક મજબૂત બાંધાના સુંદર અને હેન્ડસમ ડૉક્ટરને જોયા જેઓ ટીચરના બેડ પાસે ઉભીને તેમની સામે મુસ્કુરાઈ રહ્યા હતા...
ટીચર આ ડૉક્ટરનો આભાર માનવાના જ હતા કે અચાનક ટીચરનો ચહેરો બ્લૂ થઈ ગયો અને ડૉક્ટર કંઈ સમજતા તે પહેલાં જ ટીચર નિધન પામ્યાં.
નવા ગુજરાતી જોક્સઃ ભૂરો એક અઠવાડિયું સાસરે રોકાયો..
ડૉક્ટર આશ્ચર્યથી જોઈ રહ્યા હતા અને સમજવાની કોશિશ કરી રહ્યા હતા કે, આખરે થયું શું?
ત્યારે જ તેમણે પાછળ ફરીને જોયું તો લાલો ઉભ્યો હતો જે એ હોસ્પિટલમાં જ સફાઈકર્મી હતો...
તેણે વેંટીલેટરનું પ્લગ હટાવીને પોતાના મોબાઈલનું ચાર્જર લગાવી દીધુંહતું...
હવે તમે વિચારી રહ્યા હોવ કે લાલો ડૉક્ટર બની ગયો હતો...
તો એનો મતલબ કે તમે હિન્દી/ તમિલ/ તેલુગૂ ફિલ્મો બહુ જુઓ છો, અથવા તો બહુ બધી પ્રેરણાદાયક કહાનીઓ વાંચો છો.. 😂😂
🤣🤣🤣🤣🤣🤣🤣